Upcoming Cars: થઇ જાઓ તૈયાર, 2023માં આવશે મારુતિની આ કારો, જુઓ..........
કંપની 2023 માં 3 નવી યૂટિલિટી વ્હીકલ્સને લૉન્ચ કરશે, આની સાથે જ બ્રેઝા અને ગ્રાન્ડ વિટારાના સીએનજી વર્ઝન પણ જોવા મળી શકે છે.
Upcoming Cars in India 2023: મારુતિ સુઝુકી દેશમાં સતત આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે, અને આ સિલસિલો પણ યથાવત રહેવાનો છે. કંપની 2023 માં 3 નવી યૂટિલિટી વ્હીકલ્સને લૉન્ચ કરશે, આની સાથે જ બ્રેઝા અને ગ્રાન્ડ વિટારાના સીએનજી વર્ઝન પણ જોવા મળી શકે છે. જાણો વર્ષ 2023માં આવનારી મારુતુ સુઝુકીની અપકમિંગ કારો....
કંપની લાવશે નવી એમપીવી -
મારુતુ સુઝુકી ઓગસ્ટ, 2023 સુધી દેશમાં બે નવી એસયુવી લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. વળી, કંપની આગામી વર્ષે તહેવારોની સિઝન સુધી દેશમાં ટોયોટાની નવી ઇનોવા હાઇક્રૉસ પર આધારિત એક નવી એમપીવી લૉન્ચ કરશે, સાથે જ કંપની 2023 ઓટો એક્સપૉમાં કૉડનેમ YTB અને 5- ડૉર જિમ્ની લાઇફસ્ટાઇલ SUV ને પણ લૉન્ચ કરવાની છે.
મારુતુ સુઝુકી કૂપ- બલેનો ક્રૉસ-
આગામી વર્ષે મારુતુ સુઝુકી એસયુવી કૂપને બલેનો ક્રૉસ નામથી માર્કેટમાં ઉતારવાની પણ ખબર છે, જે કંપનીના હલકા વજન વાળા HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે. નવી SUV કૂપની સ્ટાઇલિંગ Futuro-e કૉન્સેપ્ટથી પ્રેરિત હશે, જેને 2020 ઓટો એક્સપૉમાં લૉન્ચ કરવામાં આવી હતી, આ નવા મૉડલમાં બલેનો હેચબેક જેવુ ઇન્ટીરિયર અને ફિચર્સ મળશે.
મારુતુ સુઝુકી જિમ્ની કાર -
2023 ઓટો એક્સપૉમાં 5- ડૉર મારુતુ સુઝુકી જિમ્નીનું ગ્લૉબલ ડેબ્યૂ થશે, આ કાર 3- રૉ વર્ઝનમાં વૈકલ્પિક રીતે સાઇડ ફેસિંગ જમ્પ સીટોની સાથે 5 અને 7- સીટ લેઆઉટમાં લૉન્ચ કરવામાં આવશે, આમાં માઇલ્ડ હાઇબ્રીડ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે.
મારુતુ સુઝુકી એમપીવી -
આ મારુતુ સુઝુકીનું સૌથી મોંઘુ મૉડલ હશે, જે ટોયોટાની ઇનૉવા હાઇક્રૉસ એમપીવી પર આધારિત હશે, અને આને આગામી તહેવારોની સિઝનમાં લૉન્ચ કરવામાં આવશે, ટોયોટા, મારુતિને ઇનૉવા હાઇક્રૉસની આપૂર્તિ કરશે, આ પણ હાઇબ્રિડ ટેકનિક સાથે આવશે.
5-ડોર મહિન્દ્રા થાર પણ લોન્ચ થશે
મહિન્દ્રા તેના 5-ડોર થારને આવતા વર્ષના શરૂઆતમાં જ લોન્ચ કરી શકે છે. ઑફ-રોડર એસયુવીને 3-ડોર વર્ઝન જેવા જ એન્જિન વિકલ્પો મળશે, જેમાં 2-લિટર ટર્બો-પેટ્રોલ અને 2.2-લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. આ એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંનેનો વિકલ્પ મળી શકે છે. નવી થાર પર 4WD વૈકલ્પિક હોઈ શકે છે અને પ્રમાણભૂત નથી.