શોધખોળ કરો

શું કારમાં ફૂલ AC ચલાવવાથી માઈલેજ ઘટે છે? જાણો ઇંધણ બચાવવાની સ્માર્ટ અને સરળ રીતો

ઉનાળામાં AC વિના ડ્રાઇવિંગ અશક્ય છે, પણ શું તેનાથી કારમાં પેટ્રોલ વધુ વપરાય છે? 5 થી 15 ટકા માઈલેજ પર થતી અસર અને બચતના સ્માર્ટ ઉપાયો વિશે જાણો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કારનું AC એન્જિન પાવર વાપરે છે, માઈલેજ 5-15% ઘટે છે.
  • સિટી ટ્રાફિકમાં ACની અસર વધુ, હાઈવે પર ઓછી જોવા મળે.
  • કાર સ્ટાર્ટ કરી ગરમ હવા કાઢી AC ચાલુ કરો.
  • AC ફિલ્ટર સાફ રાખો, સ્મૂથ ડ્રાઇવિંગ કરો, હાઈવે પર બારી બંધ રાખો.

Car AC fuel consumption: ઉનાળાની કાળઝાળ ગરમીમાં 40 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે કારમાં AC વગર મુસાફરી કરવી લગભગ અશક્ય છે. પણ કાર ચલાવનારા લોકોના મનમાં હંમેશા એક સવાલ હોય છે કે, શું AC ચાલુ રાખવાથી કારનું પેટ્રોલ કે ડીઝલ વધારે વપરાય છે? કેટલાક માને છે કે AC થી માઈલેજ ઘટે છે, તો કેટલાક તેને સામાન્ય માને છે. હકીકતમાં, AC ચલાવવાથી એન્જિન પર વધારાનો લોડ પડે છે અને તેની સીધી અસર માઈલેજ પર થાય છે. આ આર્ટિકલમાં આપણે સમજીશું કે AC ના કારણે પ્રતિ લિટર કેટલા કિલોમીટરનો ફેર પડે છે અને ગરમીમાં ઠંડક લેવાની સાથે તમે ઈંધણ કેવી રીતે બચાવી શકો છો.

AC ચલાવવાથી ઈંધણ વધુ કેમ વપરાય છે?

કારનું AC ડાયરેક્ટ એન્જિનના પાવર પર ચાલે છે. જ્યારે તમે AC ઓન કરો છો, ત્યારે તેનું કોમ્પ્રેસર એન્જિન પર વધારાનો લોડ નાખે છે, જેની સીધી અસર પેટ્રોલ કે ડીઝલના વપરાશ પર થાય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે AC ચાલુ રાખવાથી કારની માઈલેજ 5 થી 15 ટકા જેટલી ઘટી જાય છે. ઉદાહરણ તરીકે, જો તમારી કાર નોર્મલ સ્થિતિમાં 18 કિમી/લિટરની એવરેજ આપે છે, તો સતત AC ચાલુ રાખવાથી આ એવરેજ ઘટીને 15 થી 17 કિમી/લિટર થઈ શકે છે.

ખાસ કરીને સિટીના ટ્રાફિકમાં આ અસર વધુ જોવા મળે છે કારણ કે વારંવાર બ્રેક મારવી અને કાર ઉભી રાખવી પડે છે. જોકે, હાઇવે પર એકધારી સ્પીડે કાર ચલાવતી વખતે આ અસર થોડી ઓછી થાય છે. એટલે કે, માઈલેજમાં થતો ઘટાડો તમે ક્યાં અને કેવી રીતે ડ્રાઇવિંગ કરો છો તેના પર પણ આધાર રાખે છે.

આ પણ વાંચોઃ નવી કાર ખરીદવી છે? જાણી લો CNG, હાઇબ્રિડ કે પેટ્રોલ-ડીઝલમાંથી કઈ કાર સૌથી સસ્તી પડશે?

AC ની મજા સાથે ઈંધણ કેવી રીતે બચાવવું?

જો તમે ગરમીમાં AC ની ઠંડક પણ લેવા માંગતા હોવ અને ખિસ્સા પર ભાર પણ ન પડે એવું ઈચ્છતા હોવ, તો આટલી સરળ બાબતોનું ધ્યાન રાખો:

ગરમ હવા બહાર કાઢો: તડકામાં પડેલી કાર સ્ટાર્ટ કરતાની સાથે જ AC ફુલ સ્પીડમાં ચાલુ ન કરો. પહેલા થોડી સેકન્ડ માટે કારની બારીઓ ખોલી નાખો જેથી અંદર ભરાયેલી ગરમ હવા બહાર નીકળી જાય. તેનાથી AC જલ્દી કુલિંગ કરશે અને એન્જિન પર લોડ ઘટશે.

નિયમિત સર્વિસિંગ: AC ના ફિલ્ટરને સમયાંતરે સાફ કરાવતા રહો. ગંદુ ફિલ્ટર એન્જિન પાસે વધુ મહેનત કરાવે છે, જેનાથી સિસ્ટમની કાર્યક્ષમતા ઘટે છે અને માઈલેજ પર સીધી અસર પડે છે.

સ્મૂથ ડ્રાઇવિંગ કરો: કારમાં વારંવાર અચાનક સ્પીડ વધારવી (એક્સિલરેશન) કે અચાનક બ્રેક મારવાનું ટાળો. શાંતિથી ડ્રાઇવિંગ કરવાથી ઈંધણનો વપરાશ કંટ્રોલમાં રહે છે.

હાઇવે પર બારીઓ બંધ રાખો: જો તમે હાઇવે પર સ્પીડમાં જઈ રહ્યા છો, તો બારીઓ ખુલ્લી રાખવા કરતા AC ચાલુ રાખવું વધુ સારું છે. કારણ કે ખુલ્લી બારીઓ હવાને રોકે છે (એરોડાયનેમિક ડ્રેગ), જેનાથી એન્જિન પર હવા કાપવા માટે વધુ જોર પડે છે અને પેટ્રોલ વધુ વપરાય છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના ટેન્શન વચ્ચે ખરીદો આ 5 બેસ્ટ CNG કાર, આપશે બમ્પર માઇલેજ

Frequently Asked Questions

કારમાં AC ચલાવવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે?

હા, AC ચલાવવાથી એન્જિન પર વધારાનો લોડ પડે છે, જેનાથી પેટ્રોલ કે ડીઝલનો વપરાશ વધે છે. સામાન્ય રીતે માઈલેજ 5 થી 15% ઘટી શકે છે.

AC ચાલુ રાખવાથી માઈલેજમાં કેટલો ઘટાડો થઈ શકે છે?

જો તમારી કાર નોર્મલ 18 કિમી/લિટરની એવરેજ આપે છે, તો AC સતત ચાલુ રાખવાથી તે ઘટીને 15 થી 17 કિમી/લિટર થઈ શકે છે.

સિટી ટ્રાફિકમાં AC ની અસર વધુ કે હાઇવે પર?

સિટી ટ્રાફિકમાં AC ની અસર વધુ જોવા મળે છે કારણ કે વારંવાર કાર ઉભી રાખવી પડે છે. હાઇવે પર એકધારી સ્પીડે ચાલતી વખતે આ અસર થોડી ઓછી થાય છે.

AC ની ઠંડક સાથે ઈંધણ કેવી રીતે બચાવી શકાય?

કાર સ્ટાર્ટ કર્યા પછી પહેલા બારીઓ ખોલી ગરમ હવા કાઢી નાખો, AC ફિલ્ટર નિયમિત સાફ કરાવો અને શાંતિથી ડ્રાઇવિંગ કરો.

હાઇવે પર AC ચાલુ રાખવું કે બારીઓ ખોલી રાખવી?

હાઇવે પર સ્પીડમાં જતી વખતે AC ચાલુ રાખવું વધુ સારું છે. ખુલ્લી બારીઓ હવાને રોકે છે, જેનાથી એન્જિન પર વધુ ભાર પડે છે અને ઈંધણ વધુ વપરાય છે.

ટોપ સ્ટોરી

Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ
Nissan free CNG kit offer: પેટ્રોલના ખર્ચામાંથી મુક્તિ, નવી કાર પર મફત મળશે સરકારી માન્ય CNG કીટ!
Nissan free CNG kit offer: પેટ્રોલના ખર્ચામાંથી મુક્તિ, નવી કાર પર મફત મળશે સરકારી માન્ય CNG કીટ!
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
Embed widget