શોધખોળ કરો

MG Comet EV: માત્ર 30 હજારના પગારમાં ઘરે લાવો દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, જાણો EMI અને ફાઇનાન્સ પ્લાન

MG Comet EV on EMI: જો તમે MG Comet EV ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારે માસિક કેટલો હપ્તો અને કેટલું ડાઉનપેમેન્ટ ચૂકવવું પડશે. ચાલો વિગતો જાણીએ.

MG Comet EV on EMI: દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર MG Comet EV હવે પહેલા કરતા વધુ સેફ અને ફીચર-લોડેડ બની ગઈ છે. 7.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની શરૂઆતી કિંમતવાળી આ ઇલેક્ટ્રિક કાર ઓછા બજેટમાં EV ખરીદનારાઓ માટે ઉત્તમ વિકલ્પ છે. જો તમે મહિનામાં 30 હજાર રૂપિયા કમાતા હોવ, તો પણ તમે MG Comet EV ને EMI પર સરળતાથી ખરીદી શકો છો. ચાલો આ ગાડીની ઓન-રોડ કિંમત, EMI અને ફાઇનાન્સ પ્લાન વિશે વિગતવાર જાણીએ.

શું રહેશે EMI અને કિંમતનું ગણિત?

નવી MG Comet EV ની ઓન-રોડ કિંમત અંદાજે 7.82 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો તમે 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારે 6.82 લાખ રૂપિયાની લોન લેવી પડશે. આ લોનનો વ્યાજ દર અંદાજિત 9.8% પ્રતિ વર્ષ રહેશે અને તેને ચૂકવવાની અવધિ 5 વર્ષની હશે. આ ગણતરી મુજબ, તમારે દર મહિને 14,425 રૂપિયાની EMI ભરવી પડશે. કુલ મળીને, 5 વર્ષમાં તમારું કુલ પેમેન્ટ લગભગ 8.65 લાખ રૂપિયા થશે, જેમાં મૂળ લોનની રકમ અને વ્યાજ બંને સામેલ છે. જોકે, અલગ-અલગ શહેરોમાં MG Comet EV ની ઓન-રોડ કિંમતમાં થોડો તફાવત હોઈ શકે છે.

તો બીજી તરફ તેમની નજીકની પ્રતિસ્પર્ધી વિશે વાત કરીએ ટાટા મોટર્સની લોકપ્રિય 2026 Tata Punch EV હવે BaaS (Battery as a Service) પ્રોગ્રામ હેઠળ માત્ર 6.49 lakh રૂપિયાની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે. આ પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોએ બેટરીના ખર્ચ પેટે પ્રતિ કિલોમીટર 2.60 રૂપિયા ચૂકવવા પડશે. જો કોઈ ગ્રાહક બેટરી અને વાહન બંનેની કિંમત સહિતની પૂરેપૂરી રકમ ચૂકવીને કાર ખરીદવા માંગતા હોય, તો Tata Punch EV ની કિંમત 9.69 lakh થી 12.59 lakh રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે રહેશે.

તો બીજી તરફ, MG Comet EV ની વાત કરીએ તો, જો તેને BaaS પ્રોગ્રામ હેઠળ ખરીદવામાં આવે તો તેની કિંમત 4.99 lakh થી 7.63 lakh રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે. આ નાની ઇલેક્ટ્રિક કાર માટે ગ્રાહકોએ પ્રતિ કિલોમીટર 3.20 રૂપિયાનું બેટરી રેન્ટલ ચૂકવવું પડશે. જો તમે MG Comet EV ને પૂરેપૂરી કિંમત ચૂકવીને ખરીદવા માંગો છો, તો તેની કિંમત 7.82 લાખથી 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે રહેશે.

MG Comet EV ના શાનદાર ફીચર્સ

MG Comet EV ફીચર્સ અને પરફોર્મન્સની બાબતમાં પણ ઘણી શાનદાર છે. આ એક કોમ્પેક્ટ 4-સીટર ઇલેક્ટ્રિક કાર છે, જેને ખાસ કરીને શહેરોમાં ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 17.3 kWh ની લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે એકવાર ચાર્જ કરવા પર 230 કિમી સુધી ચાલે છે. આ કાર AC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

ગાડીની સેફ્ટી અને ટેકનોલોજી

સેફ્ટી અને ટેકનોલોજીની દૃષ્ટિએ આ કાર ડ્યુઅલ એરબેગ્સ અને રિયર પાર્કિંગ કેમેરાથી સજ્જ છે. તેમાં પાવર-ફોલ્ડિંગ ORVMs, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ડિસ્ક બ્રેક્સની સાથે ABS + EBD જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે, જે તેને વધુ સુરક્ષિત બનાવે છે.

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget