શોધખોળ કરો

Bajaj Pulsar N160 USD Fork: બજાજે લૉન્ચ કર્યું પલ્સરનું નવું વેરિએન્ટ, બીજી બાઇક્સમાં પણ આવ્યું અપડેટ

Bajaj Pulsar N160: બજાજે હવે તેના પલ્સર N160નું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. આ બજાજ પલ્સર N160 USD ફૉર્ક વેરિઅન્ટ છે. આ સાથે બજાજે અન્ય પલ્સરમાં પણ કેટલાક અપડેટ લાવ્યા છે

Bajaj Pulsar N160: બજાજે હવે તેના પલ્સર N160નું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. આ બજાજ પલ્સર N160 USD ફૉર્ક વેરિઅન્ટ છે. આ સાથે બજાજે અન્ય પલ્સરમાં પણ કેટલાક અપડેટ લાવ્યા છે, જેમાં પલ્સર 125, પલ્સર 150 અને પલ્સર 220એફનો સમાવેશ થાય છે. આ બાઇક્સમાં એલસીડી ડિસ્પ્લે છે જે બ્લૂટૂથથી કનેક્ટ થાય છે. આ સાથે કેટલાક કલર વેરિએન્ટ પણ રજૂ કરવામાં આવ્યા છે.

શું થયા નવા વેરિએન્ટમાં ફેરફાર ? 
USD ફૉર્ક સિવાય Pulsar N160માં કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી. આ બાઇકમાં 164cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે, જે એકદમ આર્થિક છે. આ એન્જિન 8,750 આરપીએમ પર 16 એચપીનો પાવર પ્રદાન કરે છે અને 6,750 આરપીએમ પર 14.7 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. બજાજે તેની કિંમત 1.40 લાખ રૂપિયા રાખી છે.

પલ્સરના નવા વેરિએન્ટના ફિચર્સ 
જેમ મોટા પલ્સર N250 ને 3 ABS મૉડ્સ મળતા હતા, હવે N160 ને પણ 3 ABS મૉડ્સ મળે છે, જે રૉડ, રેઈન અને ઑફ-રૉડ છે. આ સિસ્ટમ માત્ર ABS કામ કરવાની રીતને બદલે છે અને તમે ABSને સંપૂર્ણપણે બંધ કરી શકતા નથી. તમે N160 ને ચાર રંગ ઓપ્શનોમાં ખરીદી શકો છો - લાલ, સફેદ, વાદળી અને કાળો. પલ્સરનું USD ફૉર્ક વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતાં 6000 રૂપિયા મોંઘું છે.

આ સાથે બજાજ પલ્સર 125, 150 અને 220Fમાં હવે ડિજિટલ ડિસ્પ્લે અને USB ચાર્જર પણ છે અને કંપનીએ હવે આ બાઇક્સમાં 3 નવા કલર ઓપ્શનો લૉન્ચ કર્યા છે.

આ બાઇક્સને આપશે જબરદસ્ત ટક્કર
જો આપણે બજાજ પલ્સરની હરીફ બાઇક વિશે વાત કરીએ તો તેમાં TVS Apache RTR 180 સામેલ છે, જેની એક્સ-શોરૂમ કિંમત 1,19,890 રૂપિયા છે. બીજી બાઇક વિશે વાત કરીએ તો તે પણ TVS તરફથી આવતી Apache RTR 160 4V છે, જેની એક્સ-શોરૂમ કિંમત કંપનીએ 1,26,925 રૂપિયા રાખી છે.

આ પછી યામાહા તરફથી યામાહા FZ-X આવી રહ્યું છે. આ બાઇક પલ્સર 160N ની સીધી હરીફ નથી પરંતુ તેમની સમાન કિંમત-રેન્જને કારણે, તમે આ બાઇક પર પણ એક નજર કરી શકો છો. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1,31,400 રૂપિયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget