શોધખોળ કરો

ભારતમાં જલદી થશે Nissanની પ્રથમ MPVની એન્ટ્રી, Maruti Ertigaને આપશે ટક્કર

MPV Nissan Gravite: નિસાને ભારતીય બજાર માટે તેની પહેલી MPV Nissan Gravite વિશે સત્તાવાર રીતે જાણકારી જાહેર કરી છે.

નિસાને ભારતીય બજાર માટે તેની પહેલી MPV Nissan Gravite વિશે સત્તાવાર રીતે જાણકારી જાહેર કરી છે. કંપનીએ ફેબ્રુઆરી 2026માં લોન્ચ થાય તે પહેલાં તેનું એક ટીઝર જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેનો એક્સટીરિયર કલર ઓપ્શન બતાવાયો છે. ગ્રેવાઇટને ખાસ કરીને સાત સીટર ફેમિલી કાર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જે મારુતિ એર્ટિગાને સીધી ટક્કર આપશે. આ મોડલ સાથે નિસાન MPV સેગમેન્ટમાં નવી શરૂઆત કરી રહી છે.

કલર ઓપ્શન અને અલગ લૂક 

ટીઝર વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નિસાન ગ્રેવાઇટ કુલ પાંચ રંગોમાં લોન્ચ કરવામાં આવશે. આમાં એક ખાસ ટીલ (વાદળી-લીલો) રંગનો સમાવેશ થાય છે, જેને કંપની તેનો હીરો કલર કહી રહી છે. વધુમાં આ કાર સફેદ, સિલ્વર, બ્લેક અને ગ્રે રંગમાં ઉપલબ્ધ હશે. જોકે તે રેનો ટ્રાઇબર જેવું જ પ્લેટફોર્મ શેર કરે છે, નિસાન તેને ડિઝાઇન અને બ્રાન્ડિંગની દ્રષ્ટિએ અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ડિઝાઇનમાં નવું શું છે?

નિસાન ગ્રેવાઇટ ટ્રાઇબરથી અલગ દેખાવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ફ્રન્ટમાં હોરિઝોન્ટલ LED DRL આપવામાં આવ્યા છે જે હેન્ડલેપ યુનિટમાં જ ફિટ છે. ગ્રિલમાં મોટો ક્રોમ હોરિઝોન્ટલ સ્લેટ છે અને બોનેટ પર ગ્રેવાઇટની બૈજિંગ મળે છે. પાછળના ભાગમાં સ્પ્લિટ ટેલલેમ્પ્સ છે, જે ટેલગેટ પર હોરિઝોન્ટલ સ્ટ્રીપ દ્વારા જોડાયેલા છે. એકંદરે દેખાવ સરળ, આધુનિક અને હાલની નિસાન કારથી અલગ છે.

એન્જિન અને પ્લેટફોર્મ

નિસાને હજુ સુધી સંપૂર્ણ એન્જિનની વિગતો જાહેર કરી નથી, પરંતુ ગ્રેવાઇટમાં 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન હોવાની અપેક્ષા છે જે 71 bhp અને 96 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેને 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. લગભગ 100 bhp ઉત્પન્ન કરતું 1.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન પણ અપેક્ષિત છે. આ MPV CMF-A પ્લેટફોર્મ પર આધારિત હશે અને તેની લંબાઈ 4 મીટરથી ઓછી હશે.

ફીચર અને સેફ્ટી 

નિસાન ગ્રેવાઇટના ઈન્ટીરિયરમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હોવાની અપેક્ષા છે. વાયરલેસ ચાર્જિંગ, પુશ-બટન સ્ટાર્ટ, કૂલ્ડ ગ્લોવ બોક્સ અને ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ અપેક્ષિત છે. સેફ્ટી ફીચરમાં છ એરબેગ્સ, EBD સાથે ABS, ESC, TPMS, એક રીઅર કેમેરા અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો
Toyota Innova Crysta: ₹6 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો આવશે હપ્તો? જાણો ગણતરી
Toyota Innova Crysta: ₹6 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો આવશે હપ્તો? જાણો ગણતરી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget