Rishabh Pant Car Accident: ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો તે કેટલી સુરક્ષિત હતી? જાણો ફિચર્સ
ઋષભ જે કારમાં મુસાફરી કરી રહ્યો હતો તે કારને લઈને પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે. આ અગાઉ પણ ટાટા સન્સના ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારને પણ અકસ્માત નડ્યો હતો
Rishabh Pant's Car: ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંત રૂરકીમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે બની હતી, જ્યારે ઋષભની કાર રૂરકીના નરસન બોર્ડર પર હમ્માદપુર તળાવ પાસે રેલિંગ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી. ઋષભ પંત તેની મર્સિડીઝ AMG GLE 43, 4Matic Coupeમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલ લઈ ગયા. હાલમાં તે દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઋષભ જે કારમાં મુસાફરી કરી રહ્યો હતો તે કારને લઈને પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે. આ અગાઉ પણ ટાટા સન્સના ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારને પણ અકસ્માત નડ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો સવાલ એ થાય છે કે લાખો રૂપિયાની કાર હોવા છતાંયે તે અકસ્માત સર્જાય તો કેટલી હદે સુરક્ષીત?
કેવી હતી ઋષભની કારમાં સેફ્ટી ફીચર્સ
ઋષભ પંત મર્સિડીઝ AMG GLE 43 4Matic Coupe કારમાં મુસાફરી કરી રહ્યો હતો. કંપનીએ હવે ભારતમાં આ કારને બંધ કરી દીધી છે. સપ્ટેમ્બર 2019માં આ કાર ઋષભ પંતે ખરીદી હતી, જેની નોંધણી તારીખ 25 સપ્ટેમ્બર 2019 હતી. આ કારમાં ઘણી બધી સેફ્ટી ફીચર્સ હતી. જેમાં ડ્રાઇવર, પેસેન્જર, 2 કર્ટેન્સ, ડ્રાઇવર સાઇડ, ફ્રન્ટ પેસેન્જર સાઇડ, 80 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે 1 બીપ અને 120 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે સતત બીપ સહિત કુલ 6 એરબેગ ઉપલબ્ધ હતી. કાર પરની અન્ય સુરક્ષા સુવિધાઓમાં હિલ હોલ્ડ કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TC/TCS), એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), બ્રેક આસિસ્ટ, સીટ બેલ્ટ વોર્નિંગ, ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલનો સમાવેશ થાય છે. પ્રોગ્રામેબલ, હિલ ડિસેન્ટ નિયંત્રણ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ હતી. ઋષભ પંતની કાર પણ આ તમામ સુવિધાઓથી સજ્જ હતી.
કેટલી છે કિંમત?
જ્યારે Mercedes-AMG GLE 43 4MATIC Coupe ભારતમાં બંધ કરવામાં આવી હતી, ત્યારે તે રૂ. 99.20 લાખની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ હતી. જે ઓન-રોડ આવે ત્યારે 1 કરોડ રૂપિયાથી વધુ બની જાય છે. તે 5 સીટર કાર હતી, આ કાર 2996 cc V આકારના 4 સિલિન્ડર, DOHC પેટ્રોલ, 4 વાલ્વ/સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત હતી. જેમાં પેડલ શિફ્ટર સાથે 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ હતું.