શોધખોળ કરો

2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?

Tata Nexon EMI Calculator: ભારતમાં ટાટા મોટર્સના વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે અને આગામી સમયમાં ઓટોમોબાઈલ માર્કેટમાં તેનો ક્રેઝ વધુ જોવા મળી શકે છે, કારણ કે લોકો ટાટાની સુરક્ષિત ગાડીઓ પર ભરોસો મૂકી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટાટા નેક્સન સ્માર્ટ પેટ્રોલની ઓન-રોડ કિંમત 8.28 લાખ.
  • 2 લાખ ડાઉનપેમેન્ટ બાદ 6.28 લાખની લોન ઉપલબ્ધ.
  • 7 વર્ષ માટે માસિક EMI 10,111 રૂપિયા ચૂકવવા પડશે.
  • 5 વર્ષ EMI 13,036; સારો સિબિલ સ્કોર વ્યાજ ઘટાડશે.

Tata Nexon EMI Calculator: ભારતમાં ટાટા મોટર્સના વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે અને આગામી સમયમાં ઓટોમોબાઈલ માર્કેટમાં તેનો ક્રેઝ વધુ જોવા મળી શકે છે, કારણ કે લોકો ટાટાની સુરક્ષિત ગાડીઓ પર ભરોસો મૂકી રહ્યા છે. ભારતીય બજારમાં જ્યારે પણ સુરક્ષિત, મજબૂત અને ફીચર્સથી ભરપૂર કોમ્પેક્ટ SUV ખરીદવાની વાત આવે છે ત્યારે ટાટા નેક્સનનું નામ સૌથી ઉપર આવે છે. 5-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી આ કાર પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી ગાડીઓમાંથી એક છે. ઘણા લોકો આ કાર ખરીદવા ઈચ્છે છે પરંતુ એકસાથે રોકડ રકમ ચૂકવવી દરેકના બજેટમાં હોતી નથી. જો તમે પણ તહેવારોની સિઝનમાં કે આગામી દિવસોમાં તમારી પહેલી SUV તરીકે ટાટા નેક્સનનું બેઝ વેરિઅન્ટ ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ તો માત્ર 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરીને તેને ઘરે લાવી શકો છો.

 

ટાટા નેક્સનનું સૌથી શરૂઆતી એટલે કે બેઝ વેરિઅન્ટ 'સ્માર્ટ પેટ્રોલ' ના નામે ઓળખાય છે, જેની એક્સ-શોરૂમ કિંમત ભારતીય બજારમાં લગભગ 7.37 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારને શોરૂમમાંથી બહાર લાવતી વખતે તેમાં RTO ચાર્જ, રોડ ટેક્સ, વહીકલ ઈન્સ્યોરન્સ અને અન્ય સરકારી ટેક્સ ઉમેરાય છે. આ તમામ જરૂરી ખર્ચાઓ ઉમેર્યા બાદ દિલ્હી જેવા મોટા શહેરોમાં આ કારની ઓન-રોડ કિંમત લગભગ 8.28 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. અલગ-અલગ રાજ્યો અને શહેરો મુજબ લોકલ ટેક્સ અને ઈન્સ્યોરન્સ પોલિસીના આધારે ઓન-રોડ કિંમતમાં થોડો તફાવત જોવા મળી શકે છે. ઓન-રોડ કિંમત 8.28 લાખ રૂપિયામાંથી 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ બાદ કરીએ તો કુલ લોન રકમ લગભગ 6,28,000 રૂપિયા બનશે.

આ પણ વાંચો...Monsoon Driving Tips: AC ચલાવવા પર કારમાં જામી રહી છે ફોગ? આ ફીચર આવશે કામ

જો તમે કોઈપણ મુખ્ય રાષ્ટ્રીયકૃત કે પ્રાઈવેટ બેંકમાંથી 9 ટકાના વાર્ષિક વ્યાજ દરે 7 વર્ષની મુદત માટે કાર લોન લો છો, તો તમારી દર મહિનાની EMI લગભગ 10,111 રૂપિયા બનશે. આ 7 વર્ષના સમયગાળા દરમિયાન તમે બેંકને કુલ મળીને લગભગ 2.21 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવશો. બીજી તરફ જો તમે 5 વર્ષની મુદત પસંદ કરો છો, તો સમાન 9 ટકાના વ્યાજ દરે 6.28 લાખ રૂપિયાની લોન રકમ પર તમારી માસિક EMI થોડી વધીને લગભગ 13,036 રૂપિયા થઈ જશે. 5 વર્ષનો વિકલ્પ પસંદ કરવાનો મોટો ફાયદો એ છે કે તમારે વ્યાજ ઓછું ચૂકવવું પડશે, જ્યાં 5 વર્ષમાં તમારું કુલ વ્યાજ માત્ર 1.54 લાખ રૂપિયા જ બનશે. કાર ફાઈનાન્સ કરાવતા પહેલાં તમારો સિબિલ સ્કોર (CIBIL Score) 750 થી વધુ હોય તો બેંક તમને 9 ટકાથી પણ ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે, જેથી તમારી EMI વધુ ઘટી શકે છે.

Frequently Asked Questions

ટાટા નેક્સન કઈ બાબતો માટે જાણીતી છે?

ટાટા નેક્સન તેની સુરક્ષિત, મજબૂત અને ફીચર્સથી ભરપૂર કોમ્પેક્ટ SUV તરીકે જાણીતી છે. તેને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલું છે, જે તેને સૌથી વધુ વેચાતી ગાડીઓમાંથી એક બનાવે છે.

ટાટા નેક્સન બેઝ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત કેટલી છે?

ટાટા નેક્સનનું બેઝ વેરિઅન્ટ 'સ્માર્ટ પેટ્રોલ' ના નામે ઓળખાય છે. ભારતીય બજારમાં તેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 7.37 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

2 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે ટાટા નેક્સનની EMI કેટલી થઈ શકે છે?

2 લાખના ડાઉન પેમેન્ટ અને 9% વાર્ષિક વ્યાજ દરે 7 વર્ષ માટે EMI લગભગ 10,111 રૂપિયા થશે. જો 5 વર્ષની મુદત પસંદ કરો તો EMI લગભગ 13,036 રૂપિયા થશે.

કાર લોન પર ઓછો વ્યાજ દર મેળવવા માટે શું મદદરૂપ થઈ શકે છે?

જો તમારો સિબિલ સ્કોર (CIBIL Score) 750 થી વધુ હોય, તો બેંકો તમને 9 ટકાથી પણ ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે. આનાથી તમારી માસિક EMI ઘટી શકે છે.

ટોપ સ્ટોરી

Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ
Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget