શોધખોળ કરો

Car Recall: આ મોટી કંપની પોતાની આ ખાસ કારના 55,000 મૉડલને રિકૉલ કરશે, જાણો શું છે કારણ

નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટેસ્લાએ આ સમસ્યાને ઠીક કરવા માટે ઓવર ધ એર (OTA) સૉફ્ટવેર અપડેટ કર્યું છે,

Tesla Car Recall in US: યુએસ ઓટો રેગ્યૂલેટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અગ્રણી ઇલેક્ટ્રિક કાર મેન્યૂફેક્ચરિંગ કંપની ટેસ્લા તેના ટેસ્લા મૉડલ Xના 54,676 યૂનિટ રિકૉલ કરશે. આ કારો 2021 થી 2023 વચ્ચે બનાવવામાં આવી હતી. વાહનમાં બ્રેક ફ્યૂઅલ ઓછું હોય ત્યારે પણ વાહનના ડિસ્પ્લે પર ચેતવણી સિગ્નલની ગેરહાજરી છે. વ્હીકલ કન્ટ્રૉલર આનું કારણ શોધવામાં નિષ્ફળ રહ્યું છે.

નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને આપી જાણકારી 
નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટેસ્લાએ આ સમસ્યાને ઠીક કરવા માટે ઓવર ધ એર (OTA) સૉફ્ટવેર અપડેટ કર્યું છે, જે ફ્રી છે. જેના કારણે અત્યાર સુધી કોઈપણ પ્રકારના અકસ્માત, ઈજા કે જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે આ અંગે કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવ્યુ છે રિકૉલ 
આ ઉપરાંત કંપનીએ ઓગસ્ટમાં ટેસ્લાના નવા મૉડલ 3 અને મૉડલ Yના 2,80,000 યૂનિટની તપાસ શરૂ કરી હતી જેના કારણે સ્ટીયરિંગ કંટ્રોલ અને પાવર સ્ટીયરિંગનો કંટ્રોલ ખોવાઈ ગયો હતો.

કેમ જાહેર કરવામાં આવે છે રિકૉલ ?
રિકૉલ જાહેર કરવાનો અર્થ છે કે અમુક ખામીને કારણે કંપની દ્વારા ઉત્પાદિત વાહનોને ચોક્કસ સમયગાળામાં પાછા બોલાવવા અને તેનું કારણ તે ખામીને કારણે થતા સંભવિત નુકસાનને અટકાવવાનું છે. કંપની ગ્રાહક પાસેથી ચાર્જ લીધા વિના પરત મંગાવેલા વાહનોમાં જોવા મળેલી ખામીઓ દૂર કરે છે.

કોણ છે ભારતના વૈભવ તનેજા, જેઓને એલન મસ્કે પકડાવી દીધી પોતાના ખજાનાની ચાવી ?

 ભારતીય મૂળના એક્ઝિક્યૂટિવ્સની પ્રતિભાની આખી દુનિયાને ખબર છે. ભારતીય મૂળના એક્ઝિક્યૂટિવ્સ અત્યારે માઈક્રોસૉફ્ટથી લઈને ગૂગલ સુધીની કેટલીય મોટી કંપનીઓની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે સત્ય નડેલા અને સુંદર પિચાઈની આ ગૌરવશાળી કેટેગરીમાં વધુ એક ભારતીય પ્રતિભાનું નામ ઉમેરાયું છે, જેમને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે તેમના ખજાનાની ચાવી પકડાવી દીધી છે.

Zachary Kirkhornની લેશે જગ્યા  - 
ટેસ્લા, વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન કંપનીઓમાંની એક અને એલન મસ્કને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનાવનાર કંપનીએ ભારતના વૈભવ તનેજાને તેમના નવા મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. વૈભવ તનેજાને ટેસ્લાના CFO ઝાચેરી કિર્કહોર્નની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ વૈભવ તનેજા એકાઉન્ટિંગ વિભાગના વડા હતા.

13 વર્ષ બાદ તેમને આપ્યુ રાજીનામું - 
રાજીનામું આપનાર ટેસ્લાના સીએફઓ ઝાચેરી કિર્કહોર્ન લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા હતા. તેઓ લગભગ 13 વર્ષ સુધી ટેસ્લા સાથે સંકળાયેલા હતા અને હાલમાં તેમની પાસે કંપનીના નાણાની પુરેપુરી જવાબદારી હતી. તેઓ આ વર્ષના અંત સુધી કંપની સાથે જોડાયેલા રહેશે, જેથી ટ્રાન્ઝિશનમાં કોઈ મુશ્કેલી ના પડે. ટેસ્લાએ આટલા લાંબા સમયથી તેની સાથે કામ કરી રહેલા ઝાચેરી કિર્કહોર્ને કેમ અલગ થવાનો નિર્ણય લીધો છે. 

ટેસ્લા સીએફઓએ લિન્ક્ડઇન પર બતાવ્યુ - 
Zachary Kirkhorn એ LinkedIn પર આ વિશે અપડેટ પૉસ્ટ કર્યું. તેમને કહ્યું કે ટેસ્લા સાથે કામ કરવું એ તેના જીવનનો સૌથી શાનદાર અનુભવ છે. જોકે તેમને પણ ટેસ્લા છોડવાનું કારણ જણાવ્યું નથી.

વૈભવ તનેજાની વાત કરીએ તો તે ટેસ્લા સાથે 2016થી કામ કરી રહ્યો છે. 45 વર્ષીય વૈભવ જ્યારે એલન મસ્કની કંપનીએ 2016માં સૉલારસિટી હસ્તગત કરી ત્યારે ટેસ્લા સાથે સંકળાયેલા હતા. વૈભવને જાન્યુઆરી 2021માં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ, ટેસ્લાના ભારતીય એકમના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તેમની પાસે એકાઉન્ટિંગનો બે દાયકાથી વધુનો અનુભવ છે.

બે સીએફઓની સાથે કરી ચૂક્યા છે કામ - 
વૈભવ તનેજાએ તેની કારકિર્દીમાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કર્યું છે. ટેસ્લામાં તેમની વર્તમાન ભૂમિકા પહેલાં, તેમણે કૉર્પોરેટ કંટ્રૉલરની જવાબદારી સંભાળી હતી. તેમને CFOનું પદ છોડી રહેલા ઝાચેરી કિર્કહોર્ન અને દીપક આહુજા સાથે કામ કર્યું છે, જેઓ તેમની પહેલાં ટેસ્લાના CFO હતા. ટેસ્લા પહેલા વૈભવ સૉલારસિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget