શોધખોળ કરો

Affordable Mileage Bikes: ઓછી કિંમત સાથે વધુ માઇલેજ અને શાનદાર ફિચર્સ આપતી આ છે આ 5 સુપર બાઇકસ

Affordable Mileage Bikes:ભારતમાં સૌથી સસ્તી મોટરસાઇકલ પણ વધુ સારું પ્રદર્શન આપવા માટે જાણીતી છે. મોટી વાત એ છે કે આ બાઈક ઘણી મોંઘી મોટરસાઈકલ કરતા વધુ માઈલેજ આપે છે.

Top-5 Cheapest Bikes In India: ભારતીય બજારમાં, લોકો ઘણીવાર આવી બાઇક ખરીદવાનું પસંદ કરે છે જે વધુ માઇલેજ આપે છે અને ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે. આ જ કારણ છે કે આ બાઇક્સની માંગ પણ ઘણી વધારે છે. ભારતમાં સૌથી સસ્તી મોટરસાઇકલ પણ વધુ સારું પ્રદર્શન આપવા માટે જાણીતી છે. મોટી વાત એ છે કે આ બાઈક ઘણી મોંઘી મોટરસાઈકલ કરતા વધુ માઈલેજ આપે છે.

 ટીવીએસ સ્પોર્ટ

પ્રથમ બાઇક TVS સ્પોર્ટ છે, જેમાં 109.7 cc, સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક એન્જિન છે. આ એન્જિન 6,350 rpm પર 6.03 kW નો પાવર અને 4,500 rpm પર 8.7 Nm નો ટોર્ક પ્રદાન કરે છે. આ બાઇક 90 kmphની ટોપ સ્પીડ આપે છે. TVS સ્પોર્ટનું માઇલેજ 80 kmpl છે. આ TVS મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે.

 હીરો એચએફ 100

Hero HF 100 એ ભારતમાં સૌથી સસ્તી મોટરસાઇકલ છે. આ બાઇકમાં એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, OHC એન્જિન છે. બાઈકમાં લાગેલું આ એન્જીન 8,000 rpm પર 5.9 kW નો પાવર આપે છે અને 6,000 rpm પર 8.05 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ મોટરસાઇકલ 70 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. Hero HF 100ની એક્સ-શોરૂમ કિંમત 59,018 રૂપિયાથી શરૂ થાય છે.

 હીરો એચએફ ડીલક્સ

Hero HF Deluxe પણ સસ્તી બાઇક છે. આ મોટરસાઇકલમાં 97.2 cc, સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક એન્જિન છે. બાઇકમાં લાગેલું એન્જિન 5.9 kWનો પાવર અને 8.05 Nmનો ટોર્ક આપે છે. આ મોટરસાઇકલમાં અદ્યતન પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ છે. હીરોની આ બાઇક 75 kmplની માઇલેજ આપે છે. Hero HF Deluxeની એક્સ-શોરૂમ કિંમત 59,998 રૂપિયાથી શરૂ થાય.

 હોન્ડા શાઈન 100

Honda Shine 100 સારી માઈલેજ આપવા માટે પણ જાણીતી છે. આ મોટરસાઇકલમાં 4-સ્ટ્રોક, SI એન્જિન છે, જે 7,500 rpm પર 5.43 kWનો પાવર અને 5,000 rpm પર 8.05 Nmનો ટોર્ક પ્રદાન કરે છે. આ મોટરસાઇકલ 65 kmplની માઇલેજ આપે છે. Honda Shine 100ની એક્સ-શોરૂમ કિંમત 66,900 રૂપિયા છે.

 TVS Radeon

TVS Radeonમાં 109.7 cc, 4-સ્ટ્રોક BS-VI એન્જિન છે. આ એન્જિન 7,350 rpm પર 6.03 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 4,500 rpm પર 8.7 Nm ટોર્ક જનરેટ કરે છે. આ મોટરસાઇકલ એક લિટર પેટ્રોલમાં 63 કિલોમીટરનું અંતર કાપવાનો દાવો કરે છે. TVS Radeonની એક્સ-શોરૂમ કિંમત 70,720 રૂપિયાથી શરૂ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
Embed widget