Toyota Innova Crysta: ટોયોટાની ઈનોવા ક્રિસ્ટાનું બુકિંગ થયું શરૂ, સામે આવ્યો ફર્સ્ટ લુક
આ MPVના ફેસલિફ્ટેડ વર્ઝનને ક્રોમ આઉટલાઈન સાથે ફરીથી ડિઝાઈન કરેલ ગ્રિલ મળે છે, જ્યારે હેડલેમ્પ ક્લસ્ટરને સમાન રાખીને તેને ક્રોમ સાથે નવી ફોગ લેમ્પ એસેમ્બલી મળે છે
New Generation Innova Crysta : જાપાની ઓટોમેકર ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતમાં તેની અપડેટેડ ઈનોવા ક્રિસ્ટા MPV લોન્ચ કરવાની તૈયારી જોરશોરથી શરૂ કરી દીધી છે. કંપનીએ આ કાર માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે, જેને ગ્રાહકો 50,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને બુક કરાવી શકે છે. આ જાહેરાત સાથે કંપનીએ નવી 2023 ટોયોટા ઈનોવા ક્રિસ્ટાની પ્રથમ સત્તાવાર તસવીર પણ બહાર પાડી છે, જે તેની ફ્રન્ટ ડિઝાઇનની વિગતો દર્શાવે છે. આવો જાણીએ શું છે આ કારની ખાસિયત.
2023 ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ડિઝાઇન
આ MPVના ફેસલિફ્ટેડ વર્ઝનને ક્રોમ આઉટલાઈન સાથે ફરીથી ડિઝાઈન કરેલ ગ્રિલ મળે છે, જ્યારે હેડલેમ્પ ક્લસ્ટરને સમાન રાખીને તેને ક્રોમ સાથે નવી ફોગ લેમ્પ એસેમ્બલી મળે છે. આગળના બમ્પરના નીચેના ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર સિલ્વર, વ્હાઇટ પર્લ ક્રિસ્ટલ, એટીટ્યુડ બ્લેક, સુપરવ્હાઇટ અને અવંત ગ્રેડ બ્રોન્ઝ એમ પાંચ રંગોમાં ઉપલબ્ધ થશે.
2023 ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ડીઝલ એન્જિન
આ MPVનું અપડેટેડ મોડલ G, GX, VX અને ZX એમ ચાર ટ્રિમમાં લાવવામાં આવશે. તેમાં 2.4L ડીઝલ એન્જિન મળશે. જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલ હશે. આ એન્જિન 148bhp પાવર અને 343 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં કોઈ પેટ્રોલ એન્જિન કે ઓટોમેટિક ગિયરબોક્સ નહીં મળે. ZX વેરિઅન્ટ માત્ર 7-સીટ કન્ફિગરેશન સાથે આવશે પરંતુ અન્ય ટ્રીમ્સમાં 7 અને 8-સીટ લેઆઉટનો વિકલ્પ મળશે.
ટોયોટા ઇનોવા ક્રિસ્ટાની વિશેષતાઓ
નવી ઇનોવા ક્રિસ્ટા ફેસલિફ્ટમાં સ્માર્ટ પ્લેકાસ્ટ 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને TFT MID એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરતી સુવિધાઓ તરીકે જોવા મળશે. આ સાથે સ્માર્ટ એન્ટ્રી સિસ્ટમ, સીટ બેક ટેબલ, 8-વે પાવર એડજસ્ટ ડ્રાઈવર સીટ, લેધર સીટ, ડીજીટલ ડિસ્પ્લે સાથે રિયર ઓટો એસી, વન ટચ ટમ્બલ સેકન્ડ રો સીટ અને એમ્બિયન્ટ ઈલુમીનેશન આપવામાં આવશે. સુરક્ષા વિશેષતાઓ તરીકે આ કારમાં 7 એરબેગ્સ, બ્રેક આસિસ્ટ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, એન્ટિલોક બ્રેકિંગ સિસ્ટમ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર્સ, 3-પોઈન્ટ સીટબેલ્ટ અને વાહન સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ મળશે.
Toyota Innova Hycross: નવા અવતારમાં નજરે પડી ટોયોટા ઈનોવા, ટેસ્ટિંગ દરમિયાન મળી જોવા
ટોયોટા કિર્લોસ્કર મોટરની બેસ્ટ સેલિંગ કાર, ટોયોટા ઇનોવા, જેણે ભારતીય રસ્તાઓ પર 7-સીટર MPV સેગમેન્ટમાં એક અલગ અને મજબૂત છાપ બનાવી છે, તે ટૂંક સમયમાં નવા અવતારમાં જોવા મળશે. આ નવું વાહન પહેલા કરતા ઘણું અલગ હશે. તેનું લોન્ચિંગ આગામી કેટલાક મહિનામાં થઈ શકે છે. આ કારને તાજેતરમાં ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ કરતી જોવા મળી છે. આ નવી કાર ભારતીય બજારમાં ઈનોવા ક્રિસ્ટાનું સ્થાન લેશે.
નવી હાઇબ્રિડ પાવરટ્રેન મળશે
ટોયોટા ઈનોવા હાઈક્રોસ હાઈબ્રિડ પાવરટ્રેનથી સજ્જ હોઈ શકે છે. તાજેતરમાં લોન્ચ કરાયેલ ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડરમાં જોવા મળે છે. જે દર્શાવે છે કે ઈનોવા હાઈક્રોસને પણ શાનદાર માઈલેજ મળશે. આ કારને આવતા મહિને વૈશ્વિક બજારમાં ઉતારવામાં આવી શકે છે.