(Source: ECI/ABP News/ABP Majha)
Toyota Recalling : આ કાર કંપની તેની હજારો કાર કરશે રિકોલિંગ, જાણો શું છે ગડબડ
ટોયોટા તેની મધ્યમ કદની SUV કાર Toyota Urban Cruiser Highriderની 4,026 કારને રિકોલ કરશે. આ માટે કંપની દ્વારા સત્તાવાર રીતે કંપનીની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.
Toyota Car Recalling Reason: તાજેતરમાં જ મારુતિ સુઝુકીએ પણ તેની ઘણી કાર પરત મંગાવવાની જાહેરાત કરી છે. હવે જાપાની કાર નિર્માતા કંપની ટોયોટાએ પણ તેની 4,000થી વધુ કાર પરત મંગાવવાની જાહેરાત કરી છે. જેના કારણે ટોયોટા પોતાની કાર પરત મંગાવવા જઈ રહી છે. અમે તેના વિશે વધુ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડર
ટોયોટા તેની મધ્યમ કદની SUV કાર Toyota Urban Cruiser Highriderની 4,026 કારને રિકોલ કરશે. આ માટે કંપની દ્વારા સત્તાવાર રીતે કંપનીની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.
રિકોલ કરવાનું કારણ
Toyota દ્વારા વેબસાઇટ પર આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, કંપનીએ તેની Toyota Urban Cruiser Highrider કારના પાછળના સીટ બેલ્ટના માઉન્ટિંગ બ્રેકેટમાં ખામી વિશે માહિતી મળતાની સાથે જ સંભવિત કાર્સ માટે રિકોલ જારી કરી છે. જેથી કોઈ નુકસાન થાય તે પહેલા તેને સુધારી શકાય.
કારોને રિકોલ કરવી બનશે ખર્ચાળ
ટોયોટા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 8 ઓગસ્ટ, 2022 અને નવેમ્બર 15, 2022 વચ્ચે ઉત્પાદિત ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર કારના 4,026 યુનિટ ઓળખવામાં આવેલી ખામીઓને સુધારવા માટે પાછા બોલાવવામાં આવશે.
શા માટે વાહનો પાછા બોલાવવામાં આવે છે?
કોઈપણ વાહનને રિકોલ કરવું એ સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે કોઈપણ વાહન ઉત્પાદક કંપનીને તેના વાહનોમાં સમાન ખામીની વારંવાર ફરિયાદો મળે છે અથવા કંપની પોતે તેની ઓળખી કાઢે. ત્યારબાદ તેને સુધારવા માટે વાહનોને પાછા બોલાવવામાં આવે છે. જો ખામી વધારે ગંભીર હોય, જેના કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના છે. તો કંપની પણ જ્યાં સુધી ખામી દૂર ન થાય ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરવાનો ઇનકાર કરે છે.
Car Comparison: ટોયોટા ઈનોવા ક્રિસ્ટા કે મહિન્દ્રા XUV700માં કોણ કેટલા પાણીમાં, જાણો ફિચર્ચ અને કિંમત
દેશના ઓટોમોબાઈલ માર્કેટમાં હવે પ્રીમિયમ થ્રી રો SUV/MPV કાર વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા જઈ રહી છે. જેમાં ટોયોટાની નવી ઈનોવા હાઈક્રોસ હવે અન્ય 7-સીટર SUV કાર સાથે સ્પર્ધા કરવા માટે બજારમાં પ્રવેશી છે. ઈનોવા ક્રિસ્ટાથી વિપરીત હવે નવી હાઈક્રોસ વધુ આરામદાયક હોવાની સાથો સાથે ઘણી નવી ટેકનોલોજીથી સજ્જ છે. આ કારને માર્કેટમાં મહિન્દ્રાની XUV700 સાથે સીધી ટક્કર આપશે, જેણે પોતાની એગ્રેસિવ પ્રાઈઝ પોઈન્ટ સાથે આરામ અને ઘણી બધી વિશેષતાઓના આધારે પહેલાથી જ માર્કેટમાં પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે. તો ચાલો જોઈએ આ બંને કારની સરખામણી.