શોધખોળ કરો

Upcoming Tata SUVs: ટાટા મૉટર્સ લાવવાની છે આ 8 નવી એસયૂવી કારો, જાણો ડિટેલ્સ.....

ભારતમાં ઓટોમોબાઇલ કંપની ટાટા વધુ એકવાર માર્કેટમાં તહેલકો મચાવવા તૈયાર છે. ટાટા મોટર્સ હાલમાં ભારતની ત્રીજી સૌથી મોટી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની છે

Tata Motors: ભારતમાં ઓટોમોબાઇલ કંપની ટાટા વધુ એકવાર માર્કેટમાં તહેલકો મચાવવા તૈયાર છે. ટાટા મોટર્સ હાલમાં ભારતની ત્રીજી સૌથી મોટી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની છે. કંપની લગભગ 80 ટકા માર્કેટ શેર સાથે ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં ટૉપ પર છે. કંપની પોતાના સેલિંગને વધુ વધારવા માટે દેશમાં ICE અને ઈલેક્ટ્રિક પાવરટ્રેન સાથે નવી SUVની એક પરફેક્ટ સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે. આગામી 2 વર્ષમાં કંપની 8 નવી SUV લાવવા જઈ રહી છે, જાણો અપકમિંગ ટાટા મૉટર્સની નવી 8 એસયૂવી કારો વિશે.... 

આગામી ટાટા એસયૂવી - 
ટાટા મૉટર્સ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2023માં નેક્સૉન ફેસલિફ્ટ લૉન્ચ કરશે. જ્યારે આ વર્ષે દિવાળી 2023 પહેલા નવી હેરિયર, નાણાકીય વર્ષ 2023-24ના અંત પહેલા નવી સફારી, 2023ના અંત સુધીમાં પંચેસ ઈવી, જ્યારે 2024ની શરૂઆતમાં કર્વ એસયુવી કૂપ, 2024-25 સુધીમાં હેરિયર ઈવી, સફારી 2024-25 સુધીમાં EV અને સિએરા 2025માં લોન્ચ થશે.

મળશે હાઇટેક એન્જિન - 
કંપની આ નાણાકીય વર્ષના અંત પહેલા ભારે અપડેટ્સ સાથે Nexon, Harrier અને Safari SUV લૉન્ચ કરવા જઈ રહી છે. ત્રણેય એસયુવીને નવા ટર્બો પેટ્રૉલ એન્જિન સાથે ડિઝાઇનમાં મોટા ફેરફારો અને વધુ અદ્યતન ઇન્ટિરિયર્સ મળશે. Nexonને નવું 1.2L ટર્બો પેટ્રોલ એન્જિન મળશે, જ્યારે Harrier અને Safariને 170bhp પાવર જનરેટ કરતું નવું 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન મળશે.

પંચ ઇવી - 
ટાટા કંપની આ વર્ષના અંત સુધીમાં પંચ માઇક્રો એસયુવીનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ લૉન્ચ કરશે. તે ALFA મૉડ્યૂલર પ્લેટફોર્મ પર આધારિત હશે, જેને ઇલેક્ટ્રિક પાવરટ્રેન માટે નોંધપાત્ર રીતે અપડેટ કરવામાં આવ્યું છે. પંચ EV કંપનીની Ziptron પાવરટ્રેન મેળવશે, જે ફ્રન્ટ વ્હીલ્સ ડ્રાઇવ સાથે કાયમી સિંક્રનસ મૉટર સાથે લિક્વિડ-કૂલ્ડ બેટરી પેક મેળવશે.

ટાટા કર્વ - 
ટાટા મોટર્સ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં હ્યૂન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટૉસ અને મારુતિ ગ્રાન્ડ વિટારા સાથે સ્પર્ધા કરવા માટે મધ્યમ કદની SUV કર્વ લૉન્ચ કરશે. તેમાં ઈલેક્ટ્રિક બેટરી પેક, ટર્બો પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન અને ફેક્ટરી-ફીટેડ CNG કિટ સહિત અનેક પાવરટ્રેનના ઓપ્શનો મળશે.

હેરિયર અને સફારી ઇ.વી - 
ટાટા મોટર્સ 2024-25માં હેરિયર અને સફારી એસયુવીના ઇલેક્ટ્રિક વર્ઝન પણ લૉન્ચ કરશે. કંપનીએ 2023 ઓટો એક્સ્પોમાં Harrier EVનું કન્સેપ્ટ વર્ઝન પ્રદર્શિત કર્યું હતું, જે કંપનીના નવા GEN 2 (Sigma) આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. જ્યારે કંપની સિએરા લાઈફસ્ટાઈલ એસયુવીને 2025માં લોન્ચ કરશે, જે ઈલેક્ટ્રિક અને પેટ્રોલ પાવરટ્રેન ઓપ્શન સાથે લૉન્ચ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget