News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો રમતો
X

ટેડએક્સ સુરતની નવમી આૃત્તિ 17 ડિસેમ્બરે સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજાશે

ટેડએક્સ સુરતની નવમી આવૃત્તિ આગામી 17 ડિસેમ્બર, 2023ના રોજ શહેરના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાશે.

FOLLOW US: 
Share:
x

સુરત: ટેડએક્સ સુરતની નવમી આવૃત્તિ આગામી 17 ડિસેમ્બર, 2023ના રોજ શહેરના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાશે. ટેડએક્સ સુરતે વર્ષ 2015માં તેની પ્રથમ આવૃત્તિનું સફળ આયોજન કર્યાં બાદ નિયમિતરૂપે નાના-મોટા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને આ વર્ષની આવૃત્તિનું કદ અગાઉના દરેક સમારોહ કરતા વધુ વિશાળ રહેશે, જેમાં ભારત અને વિશ્વભરના 1100થી વધુ ઉપસ્થિતિ રહેવાની અપેક્ષા છે.

આ વર્ષે ટેડએક્સ સુરતમાં 9 સ્પીકર્સ ઉપસ્થિત રહેશે, જેમાં સુરતના ડાન્સ પર્ફોર્મર અને બેલી ડાન્સર પ્રાચી સોપારીવાલા; વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સૌરભ દેસાઇ સહિત ફાઇનાન્સિયલ એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય; ડ્રીમર, એજ્યુકેટર ડો. નિમિત ઓઝા; લાઇફલોંગ લર્નર સાર્થક આહૂજા; સીકર ભાવેશ ભીમનાથાની; વર્લ્ડ સિટિઝન પેટ્રિક પાર્કર; અર્થ ઇકોલોજીસ્ટ સ્નેહા પોદ્દાર અને વોલ્કેનોજીસ્ટર સોનિત સિસોલકર સામેલ છે.

આ કાર્યક્રમમાં શ્રોતાઓને સ્પીકર્સ સાથે વન-ઓન-વન ચર્ચા કરવાનો તથા તેમના અનુભવો વિશે વિસ્તૃત જાણકારી મેળવવાની તક મળશે. આ દરેક વક્તાઓ વિવિધ સમુદાયો અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતાં હોઇ દર્શકોને તેમનામાંથી કંઇક નવું શીખવાની પ્રેરણા પણ મળી રહેશે. ઘણી ચર્ચાઓ વ્યક્તિગત સફળતા, પડકારો અને જીવનમાં કેવી રીતે આગળ વધવું તેના ઉપર કેન્દ્રિત હોઇ દર્શકો તેમના પેશનને વધુ સારી રીતે સમજી શકે તથા તેમને દ્વારા રજૂ કરાયેલા ઇનોવેટિવ
સોલ્યુશન્સ વિશે પણ માહિતી મેળવશે તથા સમાજ ઉપર તેની સકારાત્મક અસરોને સમજી શકશે.

ઉલ્લેખનીય છે કે ટેડએક્સ સ્થાનિક, સેલ્ફ-ઓર્ગેનાઇઝ્ડ કાર્યક્રમ છે, જે લોકોને ટેડ જેવા અનુભવો શેર કરવા માટે એકત્રિત કરે છે. આ અંતર્ગત ટેડએક્સ સુરતનું પણ નિયમિતરૂપે આયોજન થાય છે, જ્યાં ટેડ ટોક વિડિયો, લાઇવ સ્પીકર દર્શકોના નાના સમૂહો વચ્ચે ચર્ચા અને જોડાણને પ્રેરિત કરે છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવું સુરત શહેર અને આસપાસના શહેરોના લોકો માટે ખૂબજ લાભદાયી નિવડશે તેવી અપેક્ષા છે.

આ કાર્યક્રમની ટીકીટ્સ https://www.tedxsurat.com/ ઉપર વેચાણ માટે ઉપલબ્ધ છે. 

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

Published at : 08 Dec 2023 06:43 PM (IST) Tags: SURAT Ninth edition TEDx Surat Sanjeev Kumar Auditorium