શોધખોળ કરો

સંગીથા મોબાઈલ ગુજરાતના અમદાવાદમાં 20 નવા સ્ટોર્સ શરૂ કરશે

સંગીથા મોબાઈલના ગ્રાહકો રૂ. 10,000 સુધી કેશબેક આપીને લાભદાયી કેશબેક પ્રોગ્રામનો પણ આનંદ લઈ શકે છે.

છેલ્લા 49 વર્ષથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પોંડિચેરી અને ગોવામાં ગ્રાહકોના હૃદયમાં ગુંજતા નામ સંગીથા મોબાઈલ્સે હવે ગુજરાતના અમદાવાદમાં તેની હાજરી વિસ્તારી છે. 1974ના વારસા સાથે, આ સુપ્રસિદ્ધ બ્રાન્ડે અમદાવાદમાં 20 નવા સ્ટોર ખોલ્યા છે, જે ગ્રાહકોના ઘરઆંગણે નવીનતાની દુનિયા લાવે છે.

આ 20 નવા સ્ટોર મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, ધોળકા, વાસણા, નવા નારોલ, ઈસનપુર, મણિનગર, કૃષ્ણનગર-2, વિરાટનગર, મેઘાણીનગર, વસ્ત્રાલ, નવા નરોડા, સ્વસ્તિક ચાર રસ્તા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, ગુરુકુલ, બોડકદેવ, સાઉથ બોપલ અને સાણંદ સહિતના અગ્રણી વિસ્તારોમાં છે જે ગ્રાહકોના ઘર સુધી સંગીથા મોબાઈલની સુવિધા લાવી રહ્યા છે.

સંગીથા મોબાઈલ્સની સફળતાનો આધાર તેણે તેના ગ્રાહકોમાં કેળવેલા વિશ્વાસમાં રહેલો છે. પરંપરાગત ફ્રેન્ચાઈઝી મોડલથી દૂર જઈને, સંગીથા મોબાઈલ્સ હવે કંપનીની માલિકીના અને તેના દ્વારા સંચાલિત માળખા થકી તેના તમામ સ્ટોર્સમાં સમાન ગુણવત્તા અને સેવાની ખાતરી આપે છે. 

સંગીથા અમદાવાદમાં તેના ગ્રાહકો માટે આકર્ષક ઓફરો ધરાવે છે. તેઓ અગ્રણી પ્રાઇસ ડ્રોપ પ્રોટેક્શન પોલિસી ધરાવે છે, જે બજારમાં વિશ્વસનીયતાનું પ્રતીક છે. અવારનવાર નવા મોડલ રિલીઝ અને સ્પર્ધાત્મક કિંમતોને કારણે સતત વધઘટ થતી કિંમતો માટે જાણીતા ઉદ્યોગમાં, સંગીથા એક અનોખી સુરક્ષા પ્રદાન કરે છે. જો ખરીદેલ ફોનની કિંમતમાં ઘટાડો થાય છે, તો સંગીથા વ્યક્તિગત રીતે તેમના ગ્રાહકોનો સંપર્ક કરે છે અને કિંમતના તફાવતની રકમ રિફંડ કરે છે. આ નીતિ 2015માં રજૂ કરવામાં આવી હતી અને તેનાથી 3 લાખથી વધુ ગ્રાહકોને લાભ થયો છે, પરિણામે તેના મૂલ્યવાન ગ્રાહકોને કુલ 33 કરોડનું કેશબેક મળ્યું છે.

ગ્રાહક સંતુષ્ટિ સુનિશ્ચિત કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતા આ ઓફર દ્વારા સ્પષ્ટ થાય છે, કારણ કે જો ફોનની કિંમતમાં ઘટાડો થાય તો તફાવતના રકમ રિફંડ કરવાની ખાતરી આપે છે, પછી ભલે તે રૂ. 500નો નજીવો ઘટાડો હોય કે રૂ. 10,000નો નોંધપાત્ર ઘટાડો. દેશમાં ક્યારેય કોઈ આ રીતે તેમના ગ્રાહકોને સેવા આપી શક્યું નથી.

સંગીથા મોબાઈલ અકસ્માતે ફોન પડી જવાથી કે લિક્વિડ ડેમેજના લીધે ફિઝિકલ ડેમેજને આવરી લઈને વ્યાપક ડેમેજ પ્રોટેક્શન પણ પ્રદાન કરે છે. આનો અર્થ એ છે કે ગ્રાહકો ખર્ચની માત્ર 30% રકમ ચૂકવીને તેમના ફોનને કોઈ સવાલ પૂછ્યા વિના બદલી શકે છે. બાકીના 70% રકમ સંગીથા ભોગવશે જે ગ્રાહક સંતોષ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સંગીથા મોબાઈલના ગ્રાહકો રૂ. 10,000 સુધી કેશબેક આપીને લાભદાયી કેશબેક પ્રોગ્રામનો પણ આનંદ લઈ શકે છે. પ્રથમ રૂ. 5,000 તરત જ જમા થઈ જાય છે, વધારાના રૂ. 5,000 તેમની એપ દ્વારા સુવિધા સાથેની આગામી ખરીદી માટે રિડીમ કરી શકાય છે. વધુમાં, સંગીથા પ્રારંભિક કેશબેક સિવાય રૂ. 7,500 સુધીની કેશબેક ઓફર પ્રદાન કરવા માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ સાથે સહયોગ કરે છે. મર્યાદિત સમયની ઓફરમાં ફક્ત અમદાવાદ માટે જ, સંગીથા પાવર બેંક, ટ્રીમર અને ઇયરફોન જેવી એસેસરીઝ પર ડીલ્સ ઓફર કરે છે.

તેમની કિંમતમાં વિશ્વાસ રાખીને, સંગીથા મોબાઇલ્સ પ્રાઇસ મેચ ગેરંટી ઓફર કરે છે. સંગીથા મોબાઈલ એ સુનિશ્ચિત કરે છે કે જો ગ્રાહકો એમેઝોન અથવા ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર કોઈ કિંમતે પ્રોડક્ટ શોધે છે તો તેઓ તે કિંમત સાથે મેળ ખાશે અથવા તો તેને મ્હાત આપશે. વધુમાં, સંગીથા મોબાઈલ 24-મહિનાનો શૂન્ય ટકા વ્યાજના ઈએમઆઈનો વિકલ્પ ઓફર કરે છે જે ગ્રાહકો માટે હાઈ-એન્ડ ફોનને વધુ સસ્તા બનાવે છે. 

તેને એક પગલું આગળ લઈ જતા, સંગીથા મોબાઈલ્સ તેમની વેબસાઈટ અને એપ દ્વારા ડિલિવરી સેવાઓ પ્રદાન કરે છે. ગ્રાહકો તેમના ઘરેથી આરામથી ઓર્ડર આપી શકે છે અને મોબાઇલ નિષ્ણાંત પાસેથી બે કલાકમાં ડિલિવરી મેળવી શકે છે. આ સેવામાં ડેટા ટ્રાન્સફર, ગ્લાસ અથવા ફિલ્મ ફિક્સિંગ અને વિવિધ મૂલ્યવર્ધિત સેવાઓનો પણ સમાવેશ થાય છે જે સ્ટોરમાં ખરીદી કરવાના અનુભવને અનુસરે છે.

અમદાવાદમાં લોન્ચિંગના અનુસંધાનમાં સંગીથા મોબાઈલ્સ મર્યાદિત સમયગાળા માટે વિશિષ્ટ પ્રમોશન રજૂ કરે છે. ગ્રાહકો પાવર બેંક, ટ્રીમર અને ઈયરફોન સહિત એસેસરીઝ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. આ એસેસરીઝ ગ્રાહકના એકંદર શોપિંગ અનુભવને વધારતા, નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ઓફર કરવામાં આવે છે.

અમે જેમ અગાઉ કહ્યું હતું તેમ અમારા ગ્રાહકો માટે લાભોની યાદી અનંત છે.

સંગીથા મોબાઇલ્સની વિશ્વસનીયતા, ગ્રાહક સંતોષ અને મૂલ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમની અનન્ય ઓફરોમાં સ્પષ્ટ છે. જેમ જેમ સંગીથા મોબાઈલ તેની હાજરી વિસ્તરે છે, અમદાવાદમાં વિસ્તારના રહેવાસીઓ આ બ્રાન્ડ પાસેથી ઉત્તમ સેવા અને અવિશ્વસનીય ઓફર્સની અપેક્ષા રાખી શકે છે.  

સંગીથા મોબાઈલ વિશે

સંગીથા મોબાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ એ ભારતમાં મોબાઈલ ફોનના અગ્રણી મલ્ટી-બ્રાન્ડ રિટેલર્સમાંની એક છે. વર્ષોથી, સંગીથા મોબાઈલ્સે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને નવીન રિટેલ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે વિશિષ્ટ પ્રતિષ્ઠા સાથે, પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. 1974માં સાધારણ શરૂઆતથી, જ્યારે એલપી નારાયણ રેડ્ડી અને મિત્રો દ્વારા ગ્રામોફોન વેચતી એક દુકાન તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી આ બ્રાન્ડ સતત વિકસિત થઈ છે. 

શ્રી સુભાષ ચંદ્રાના ગતિશીલ નેતૃત્વ હેઠળ સંગીથાએ લાંબી મજલ કાપી છે. તેનો ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સંગીથાને માત્ર નવી ઊંચાઈઓ પર જ નથી લઈ ગયો પરંતુ મોબાઈલ સેક્ટરમાં તેને સૌથી પ્રિય બ્રાન્ડ પણ બનાવી છે.

આદરણીય ગ્રાહકોએ મૂકેલા વિશ્વાસના લીધે સંગીથા મોબાઈલ 7 રાજ્યોમાં 800 શોરૂમ સાથે 60 મિલિયનથી વધુ આનંદિત ગ્રાહકોને સેવા આપે છે. 

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget