શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

30 જુલાઈનું લેટેસ્ટ અપડેટ: દિલ્હી, યુપી, ગુજરાત સહિતના રાજ્યોમાં આગામી 9 કલાકમાં વાતાવરણ પલટાશે, પહાડી વિસ્તારોમાં પૂરનો ખતરો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે દેશના ૧૪ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી.
  • દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
  • આસામ, ઝારખંડ, પહાડી રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

Tomorrow weather update 30 July: દેશભરમાં હવામાનનો મિજાજ ફરી એકવાર બગડી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) તાજેતરનું અપડેટ આપતા દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગાહી મુજબ, આગામી 9 કલાકમાં વાતાવરણમાં મોટો પલટો આવશે અને 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણાથી લઈને જમ્મુ-કાશ્મીર અને આસામ સુધી ચોમાસું ફરી જમાવટ કરી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો દેશના મોટાભાગના હિસ્સામાં મેઘરાજા ધબધબાટી બોલાવવાની તૈયારીમાં છે. ચાલો જાણીએ આવતીકાલ એટલે કે 30 જુલાઈએ કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન.

આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી

IMD ની આગાહી મુજબ, 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન આંદામાન-નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં, જ્યારે 1 થી 3 ઓગસ્ટ વચ્ચે ઝારખંડમાં ભારે વરસાદ પડશે. ઓડિશામાં 30 જુલાઈ અને 3 ઓગસ્ટે મેઘમહેર થશે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે.

દિલ્હી-NCR (30 જુલાઈથી 2 ઓગસ્ટ)

દિલ્હી-NCR ની વાત કરીએ તો અહીં આખું અઠવાડિયું ચોમાસું એક્ટિવ રહેશે. 30 અને 31 જુલાઈએ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 1 અને 2 ઓગસ્ટે પણ ઝરમર વરસાદ ચાલુ રહેશે. દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ આવો જ વરસાદી માહોલ રહેશે.

ઉત્તર પ્રદેશ અને બિહારનું હવામાન

યુપીમાં 30 જુલાઈએ બિજનૌર, સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, મેરઠ, કાનપુર, આગ્રા, અલીગઢ સહિતના અનેક જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ છે. લખનૌમાં તાપમાન 34 થી 28 ડિગ્રી વચ્ચે રહેશે. બીજી તરફ બિહારમાં પણ 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી પટના, ગયા, નાલંદા, ભોજપુર, મુઝફ્ફરપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. પટનાનું તાપમાન 33 થી 28 ડિગ્રી આસપાસ રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

મધ્યપ્રદેશ અને ગુજરાતની સ્થિતિ

મધ્યપ્રદેશમાં 30 જુલાઈએ નર્મદાપુરમ, હરદા અને દેવાસમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ભોપાલ, ઉજ્જૈન, જબલપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદ સાથે 41 થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ભોપાલમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. આપણા ગુજરાતની વાત કરીએ તો, 30 અને 31 જુલાઈએ ડાંગ, તાપી અને નર્મદામાં ભારે વરસાદ પડશે. સાથે જ અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ અપાયું છે. ગાંધીનગરમાં તાપમાન 33 અને 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આસામ અને ઝારખંડમાં પવન સાથે વરસાદ

આસામમાં વરસાદે પહેલેથી જ પૂરની સ્થિતિ સર્જી છે, ત્યાં 30 જુલાઈએ તિનસુકિયા, કામરૂપ, દિબ્રુગઢ સહિતના જિલ્લાઓમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદનું એલર્ટ છે. દિસપુરમાં તાપમાન 31 થી 27 ડિગ્રી રહેશે. ઝારખંડમાં પણ રાંચી, હજારીબાગ, બોકારો સહિતના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ ખાબકશે. રાંચીનું તાપમાન 28 થી 24 ડિગ્રી વચ્ચે રહેશે.

પહાડી રાજ્યોમાં કેવો રહેશે મિજાજ?

પહાડી વિસ્તારોની વાત કરીએ તો, 30 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના પૂંચ, રાજૌરી, જમ્મુ અને શ્રીનગરમાં ભારે વરસાદ પડશે (તાપમાન 29 થી 20 ડિગ્રી). ઉત્તરાખંડમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રુદ્રપ્રયાગ અને કેદારનાથમાં ભારે વરસાદનું અનુમાન છે. દેહરાદૂનમાં 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે અને ચોમાસું 4-5 દિવસ સક્રિય રહેશે. હિમાચલ પ્રદેશમાં તો 12 માંથી 7 જિલ્લાઓ (શિમલા, મંડી, કુલ્લુ વગેરે) માં અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવવાની ચેતવણી અપાઈ છે અને 3 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ રહેશે.

પંજાબ-હરિયાણા અને તમિલનાડુ

પંજાબ અને હરિયાણામાં 30 જુલાઈએ વરસાદ પડવાથી ગરમીમાંથી લોકોને રાહત મળશે, પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. પંજાબના લુધિયાણા, જલંધર અને મોહાલીમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લે દક્ષિણમાં તમિલનાડુની વાત કરીએ તો, 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી વાતાવરણના નીચા સ્તરે બનેલા દબાણને કારણે નીલગિરિ, કોઈમ્બતુર અને થેની જિલ્લામાં ભારે વરસાદ પડશે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટે આ વિસ્તારોમાં મેઘમહેર વધશે, જ્યારે બાકીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું ભયાનક મોડમાં! શુક્ર-શનિ બે દિવસ મેઘરાજા કરશે ધુઆંધાર બેટિંગ

Frequently Asked Questions

આવતીકાલે (30 જુલાઈ) કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે?

હવામાન વિભાગે 30 જુલાઈએ દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે.

દિલ્હી-NCR અને ગુજરાતમાં 30 જુલાઈએ હવામાન કેવું રહેશે?

દિલ્હી-NCR માં 30-31 જુલાઈએ હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ છે.

કયા રાજ્યોમાં વાવાઝોડા અને પૂર જેવી ગંભીર સ્થિતિની આગાહી છે?

મધ્યપ્રદેશ અને આસામમાં 40-61 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. હિમાચલ પ્રદેશના 7 જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડની ચેતવણી છે, અને આસામમાં પહેલેથી જ પૂરની સ્થિતિ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
Advertisement

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget