શોધખોળ કરો

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

2 વર્ષથી પતિ ઓસ્ટ્રેલિયા ગયો હોવાનું બહાનું બનાવતી પત્નીનો ભાંડો ફૂટ્યો, પોલીસે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને અવશેષો બહાર કાઢ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જામનગરમાં પત્ની, પ્રેમીએ પતિની હત્યા કરી, મૃતદેહ દાટ્યો.
  • પત્નીએ 2 વર્ષ સુધી પતિ ઓસ્ટ્રેલિયા ગયાની વાત જણાવી.
  • પરિવારે પોલીસનો સંપર્ક કરતા, પત્નીએ ગુનો કબૂલ્યો.
  • પોલીસે ખોદકામ કરી અવશેષો મેળવ્યા, કડક કાર્યવાહી શરૂ.

Jamnagar Drishyam style murder case: જામનગરમાં જાણે કોઈ ફિલ્મી સ્ટોરી સાચી પડી હોય તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રખ્યાત ફિલ્મ 'દ્રશ્યમ'ની યાદ અપાવે તેવી આ મર્ડર મિસ્ટ્રીમાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની નિર્દયતાથી હત્યા કરી નાખી. કોઈને શંકા ન જાય અને પુરાવાનો નાશ થાય તે માટે તેઓએ લાશને કારખાનામાં જ 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી હતી. છેલ્લા 2 વર્ષથી ગુમ થયેલા આ યુવકનો ભેદ આખરે ખૂલતાં પોલીસે SDM ની હાજરીમાં ખાડો ખોદાવીને મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા છે. આ આખી ઘટનાએ સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવી દીધી છે.

વિગતવાર વાત કરીએ તો, જામનગરના સિટી 'બી' પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી ગુમ થયેલા જિગ્નેશ માવદીયા નામના યુવકની એક અરજી પહોંચી હતી. આટલા સમયથી જિગ્નેશની પત્ની પૃથ્વી પરિવારજનોને એવું કહીને ગુમરાહ કરતી હતી કે તેનો પતિ નોકરી અર્થે ઓસ્ટ્રેલિયા ગયો છે. જ્યારે પરિવારજનો તેની પાસે ફોન પર વાત કરવાની જીદ કરતા, ત્યારે પત્ની એવું બહાનું કાઢતી કે તે ત્યાં જે કંપનીમાં કામ કરે છે, ત્યાંના નિયમો કડક છે અને ફોન પર વાત કરવાની બિલકુલ મંજૂરી નથી.

જોકે, સતત 2 વર્ષ સુધી દિકરાનો કોઈ જ સંપર્ક ન થતાં પરિવારનો શક દ્રઢ બન્યો. આખરે કંટાળીને પરિવારે જ્યારે પોલીસ પાસે જવાની વાત કરી, ત્યારે પોલીસનું નામ સાંભળતા જ પત્ની ડરી ગઈ હતી. તેણે પરિવાર સામે પોતાનો ગુનો કબૂલી લીધો અને વટાણા વેરી દીધા કે તેઓએ 2 વર્ષ પહેલાં જ જિગ્નેશને પતાવી દીધો છે.

આ ખૌફનાક મર્ડર પ્લાન પાછળનું મુખ્ય કારણ જિગ્નેશનો ત્રાસ હોવાનું કહેવાય છે. પતિ જિગ્નેશ અવારનવાર પત્ની પૃથ્વીને ત્રાસ આપતો હતો. આ તકરાર અને કંકાસ વચ્ચે પૃથ્વીને નિલેશ નામના શખ્સ સાથે પરિચય થયો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. પત્નીએ પોતાના પર ગુજરતા ત્રાસની વાત પ્રેમી નિલેશને કરી. બસ, પછી પતિના ત્રાસથી કાયમી મુક્તિ મેળવવા બંનેએ મળીને જિગ્નેશને રસ્તા પરથી હટાવવાનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

પ્લાન મુજબ, પ્રેમી નિલેશે જિગ્નેશને જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા શિવમ પાર્કમાં પોતાના કારખાનામાં પાર્ટી કરવાના બહાને બોલાવ્યો. ત્યાં દારૂમાં સાયનાઇડ (ઝેરી કેફી પીણું) ભેળવીને તેને પીવડાવી દીધું, જેનાથી તેનું મોત નીપજ્યું. હત્યા બાદ કોઈને ભનક ન લાગે તે ઈરાદાથી, આરોપી નિલેશ અને પૃથ્વીએ કારખાનાની અંદર જ 10 થી 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને જિગ્નેશની લાશને દાટી દીધી હતી.

ફિલ્મી કહાનીની જેમ આખી ઘટના 2 વર્ષ સુધી રહસ્ય જ બની રહી, પરંતુ અંતે પાપ છાપરે ચડીને પોકાર્યું. હાલમાં પોલીસે આ જગ્યાએ ખોદકામ કરીને મૃતદેહના અવશેષો કબ્જે કર્યા છે અને બંને વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Frequently Asked Questions

જામનગરમાં કયો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે?

જામનગરમાં 'દ્રશ્યમ' ફિલ્મ જેવી એક ઘટના બની છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિ જીગ્નેશની હત્યા કરી, લાશને કારખાનાના ખાડામાં દાટી દીધી હતી. બે વર્ષે આ ભેદ ખુલ્યો છે.

આ હત્યા કેસમાં ભોગ બનનાર અને આરોપીઓ કોણ છે?

મૃતક જીગ્નેશ માવદીયા છે. તેની પત્ની પૃથ્વી અને તેનો પ્રેમી નિલેશ આ હત્યાના આરોપીઓ છે, જેમણે જીગ્નેશને ઝેર આપી મારી નાખ્યો.

જીગ્નેશની હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું?

જીગ્નેશ તેની પત્ની પૃથ્વીને સતત ત્રાસ આપતો હતો. આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા અને પૃથ્વીના નિલેશ સાથેના પ્રેમસંબંધને કારણે તેની હત્યા કરવામાં આવી.

આ ગુનો બે વર્ષ પછી કેવી રીતે બહાર આવ્યો?

જીગ્નેશનો પરિવાર સતત બે વર્ષ સંપર્ક ન થતા શંકાસ્પદ બન્યો. પોલીસે જવાની વાત કરતા પત્ની પૃથ્વીએ ડરીને ગુનો કબૂલી લીધો અને પછી પોલીસે ખોદકામ કરીને અવશેષો મેળવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget