News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો રમતો
X

ઈ-સ્કૂટરથી લઈને ઈ-બસ બનાવવા તરફ જઈ રહેલી મર્ક્યુરી મેટલ્સ લિમિટેડ કંપનીએ ઈલેક્ટ્રીક વાહનોના યુગમાં સફળતાના શિખરો સર કર્યા

મર્ક્યુરી મેટલ્સ લિમિટેડ (Mercury Metals Limited) દ્વારા સંચાલિત થંડરબોલ્ટ ઈવી (Thunderbolt EV)ના વાહનો બહુ ઓછા સમયમાં જ લોકોની પસંદ બની રહ્યા છે

FOLLOW US: 
Share:
x

મર્ક્યુરી મેટલ્સ લિમિટેડ (Mercury Metals Limited) દ્વારા સંચાલિત થંડરબોલ્ટ ઈવી (Thunderbolt EV)ના વાહનો બહુ ઓછા સમયમાં જ લોકોની પસંદ બની રહ્યા છે. આપણા કુદરતી સંસાધનોને બચાવવા માટે ઈલેક્ટ્રિક વાહનો જરૂરી છે. જેથી કંપની હંમેશા તેના બિઝનેસ સાથે આ વાતનો ગર્વ અનુભવી રહી છે. થંડરબોલ્ટ ઈવી ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર બાદ ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર, ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર સહીતના ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન તરફ આગળ વધી રહી રહી છે. બહુ ટૂંકા સમયમાં જ અગ્રણી કંપની તરીકે લોકોમાં નામના મેળવી ચૂકી છે. 

એટલું જ નહીં હોસ્પિટાલિટી, ઉદ્યોગ, ગોલ્ફ કોર્સ, ક્લબ અને રિસોર્ટ્સ વગેરે માટે કસ્ટમ ઇલેક્ટ્રિક વાહનો વિકસાવવામાં પણ મર્ક્યુરી મેટલ્સ સક્ષમ છે. જેનો અદભૂત રીસ્પોન્સ પણ લોકો તરફથી અત્યારથી જ મળી રહ્યો છે. આવનાર સમયમાં આ એક પ્રોમિસિંગ ઈવી મેન્યુફેક્ચરીંગ ઓફ ઈન્ડિયા તરીકે વિકાસ પામશે. 

ઈવીના વધતાં વ્યાપ અને સરકારના સતત ઈવી તરફનાં વધતાં ઝુકાવ તેમજ લોકોનો ઈવી પ્રત્યેનો ઉત્સાહ થંડરબોલ્ટ ઈવીને ખૂબ આગળ લઈ જશે. ભારતભરમાં કંપની ડિલીવરી માટેની રીચ છે પરંતુ આ સાથે વિશ્વમાં પણ અન્ય દેશોમાં પણ વાહનો ડિલીવર કરી શકે છે તે પ્રકારનું કંપનીનું નેટવર્ક ગોઠવાયું છે. કંપનીના ઈલેક્ટ્રિક વ્હિકલ્સ માટે આસાનીથી લોકો ડિજિટલી સંપર્ક પણ કરી શકે છે. 

ઇલેક્ટ્રિક વ્હિકલ ક્ષેત્રે જાયન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવતી વિશાળ ફેક્ટરીનો પાયો નંખાઈ ગયો છે. કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતના મધ્યે વડોદરામાં સ્થિત હશે. કંપનીનું મેગા ઇવી કોમ્પ્લેક્સ 20 એકરના વિસ્તારમાં 2 વર્ષના સમયગાળામાં લગભગ 500 કરોડના રોકાણ સાથે વિવિધ પ્રકારની અત્યાધુનિક સુવિધા સાથે ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન માટે બનાવવામાં આવશે. જો કે, મસમોટું ઈવી કોમ્પલેક્ષ તૈયાર થઈ ગયું છે અને અત્યાધુનિક આર&ડી સેન્ટર પણ સ્થપાઈ ચૂક્યું છે. તેની સાથે જ એડવાન્સ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન પણ પૂર જોશમાં ચાલું થઈ ગયું છે.  

બની રહેલા કંપનીના પ્લાન્ટની અંદર થંડરબોલ્ટ ઈવી કોમ્પ્લેક્સમાં કાફે સાથે ચાર્જિંગ સ્ટેશન, સીઈડી કોટિંગ અને પેઇન્ટિંગ યુનિટ, વ્હીકલ એસેમ્બલી, બેટરી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી, ઈવી પાવર ટ્રેન ફેસિલિટી અને મેગા બસ ફેક્ટરી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપનીમાં 4 મહિનાની અંદર ઈલેક્ટ્રીક 3 વ્હીલર્સ ઉપરાંત એલ 5, એલ3નું ઉત્પાદન પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તેમજ કંપની લિથિયમ બેટરીનું ઉત્પાદન પણ ચાલુ કરી દીધું છે. કંપની દાવો કરી રહી છે કે, ટૂંક સમયમાં તેઓ 4 વ્હીલર્સના ઉત્પાદનમાં પણ આવી જશે. હાલ મર્ક્યુરી મેટલ્સ લિમિટેડ કંપનીનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં અંતિમ તબક્કામાં પ્રવેશી જશે.

 

Published at : 25 Mar 2023 10:59 AM (IST) Tags: INDIA Thunderbolt electric vehicle manufacturer