શોધખોળ કરો

Agriculture Budget 2024: ન વધી પીએમ કિસાન યોજનાની રકમ, 9 કરોડથી વધુ ખેડૂતો લઈ રહ્યા છે સ્કીમનો લાભ

Agriculture Budget: કેન્દ્ર સરકાર દ્વારા નાના ખેડૂતોને રૂ. 6-6 હજારની સહાય આપવામાં આવે છે. આ મદદ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Agriculture Budget 2024: જે લોકો પ્રધાનમંત્રી કિસાન યોજના (PM Kisan Scheme)  હેઠળ મળતી રકમમાં વધારાની અપેક્ષા રાખતા હતા તેઓ બજેટથી નિરાશ થયા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) આગામી નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે આ અંગે કોઈ જાહેરાત કરી ન હતી. પીએમ કિસાન યોજના પણ વચગાળાના બજેટમાં શરૂ કરવામાં આવી હતી, તેથી રકમ વધારવાની જોરદાર અટકળો હતી.

આ યોજના વચગાળાના બજેટમાં શરૂ કરવામાં આવી હતી

પીએમ કિસાન યોજના પાંચ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2019માં બજેટ રજૂ કરતી વખતે તત્કાલિન નાણામંત્રી પીયૂષ ગોયલે પીએમ કિસાન યોજનાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે તે બજેટ પણ વચગાળાનું બજેટ હતું, જે મોદી સરકારના પ્રથમ કાર્યકાળના અંત પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ મોદી સરકારના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ છે.

9 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળી રહ્યો છે

પીએમ કિસાન યોજનાના ડેશબોર્ડ અનુસાર, હાલમાં 9 કરોડથી વધુ નાના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા નાના ખેડૂતોને રૂ. 6-6 હજારની સહાય આપવામાં આવે છે. આ મદદ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તે ખેડૂતોને 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. ઓગસ્ટ-નવેમ્બર 2023ના સમયગાળા માટે, 9,07,52,758 ખેડૂતોને PM કિસાન સન્માન નિધિના હપ્તાની 2,000 રૂપિયાની ચુકવણી મળી હતી.

4 કરોડ ખેડૂતોને મદદ મળી

બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે PM-કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને નાણાકીય સહાય મળી છે. નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન સરકારે દેશભરના ખેડૂતોને ઘણી મદદ કરી છે. સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજનાએ 4 કરોડ ખેડૂતોને મદદ કરી છે. છેલ્લા બજેટમાં આ યોજના માટે 13,625 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

નેનો યુરિયા પછી નેનો ડી.એ.પી

આ દરમિયાન, તેમણે જણાવ્યું કે હવે 1,361 ઈ-મંડીઓ ઈ-નામ હેઠળ એકીકૃત કરવામાં આવી છે. તેનાથી 3 લાખ કરોડ રૂપિયાના ટ્રેડિંગ વોલ્યુમને ટેકો મળી રહ્યો છે. ખેડૂતો પાસેથી પાકની સરકારી ખરીદી પણ વધી રહી છે. 2023-24માં ખેડૂતો પાસેથી 38 લાખ મેટ્રિક ટન ચોખા અને 262 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. નેનો યુરિયાની સફળતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે હવે નેનો ડીએપીની પહેલ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
Embed widget