Budget 2023: બજેટમાં નાણામત્રીએ મહિલાઓને લઇને શું આપ્યુ મોટુ અપડેટ, શું મળશે સહાય
ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ સહાયતા સમૂહમાં જોડવામાં આવ્યા છે. તેમને કહ્યું કે, અમે તે સમૂહોને આગળના સ્તૉર પર લઇ જવામાં આવશે
Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ. નિર્મલા સીતારમણે આ બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, આ અમૃતકાળનું પહેલુ બજેટ છે. તેમને પોતાના ભાષણમાં મહિલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દિન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશને અસાધારણ સફળતા હાંસલ કરી છે.
ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ સહાયતા સમૂહમાં જોડવામાં આવ્યા છે. તેમને કહ્યું કે, અમે તે સમૂહોને આગળના સ્તૉર પર લઇ જવામાં આવશે. આવનારા સમયમાં આ સમૂહમાં મોટા પાયા પર મહિલાઓને જોડવામાં આવશે. તેમને કાચા તેલનો પૂરવઠો આપવામાં આવશે, અને બેસ્ટ ડિઝાઇન માટે પ્રશિક્ષિત પણ કરવામાં આવશે.
તેમને આગળ કહ્યું કે અનુસમર્થક નીતિયોની સાથે મહિલાને આ વાત માટે સક્ષમ બનાવવામા આવશે કે તે મોટા ઉપભોક્તા માર્કેટમાં સેવા આપવા માટે પોતાના પ્રચલનોનો દાયરો વધારે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, વડાપ્રધાન વિશ્વકર્મા કૌશલ સન્માન શરૂ કરવામાં આવી છે, સદીઓથી પારંપરિક કારીગરો અને શિલ્પકારોએ ભારતનું નામ રોશન કર્યુ છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિ અને હસ્તશિલ્પ, આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપી રહ્યું છે. પહેલીવાર તેમના માટે સહાયતા પેકેજ આપવામાં આવશે. આ નવી સ્કીમના માધ્યમથી તેમને પોતાના ઉત્પાદોની ગુણવત્તા, માપદંડો અને પહોંચમાં સુધારો લાવવા, તેમને એમએસએમઇ વેલ્યૂ ચેનની સાથે એકીકૃત થવામાં સક્ષમ બનાવાશે.
વડાપ્રધાન વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં માત્ર નાણાંકીય સહાયતા આપવામાં આવશે, પરંતુ પ્રશિક્ષણ, આધુનિક ડિજીટલ ટેકનિકોની જાણકારી, બ્રાન્ડ પ્રમૉશન, સ્થાનીક તથા નાણાંકીય માર્કેટોની સાથે સંયોજન પણ સામેલ થશે. આમાં અનૂસૂચિત જાતિઓ, અનૂસૂચિત જનજાતિયો, પછાત વર્ગો અને મહિલાઓ અને નબળા વર્ગોના લોકોને સહાયતા આપવામાં આવશે.
નાણામંત્રીએ ખેડૂતો માટે કરી આ મોટી જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે. અહીં જાણો ખેડૂતો માટે અન્ય કઈ કઈ જાહેરાતો કરવામાં આવી હતી.
The New Income Tax Rates are -
— MyGovIndia (@mygovindia) February 1, 2023
Rs 0-3 Lakhs - Nil
Rs 3-6 Lakhs - 5%
Rs 6-9 Lakhs - 10%
Rs 9-12 Lakhs - 15%
Rs 12-15 Lakhs - 20%
Above Rs 15 Lakhs - 30%
: @nsitharaman #Budget2023