Economic Survey 2025: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેએ જણાવ્યું કેવો રહેશે 2025માં GDP ગ્રોથ અને મોંઘવારીનો માર!
Economic Survey 2025 Updates: 2024-25 માટેનો આર્થિક સર્વે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. સર્વે મુજબ, 2025-26માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે.

Economic Survey 2025: નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવી રહેલા આર્થિક સર્વેક્ષણમાં આગામી નાણાકીય વર્ષ 2025-26 માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે, જે છેલ્લા 4 વર્ષનો સૌથી ઓછો વિકાસ દર હેવાની ધારણા છે. ગયા વર્ષે, 22 જુલાઈ 2024 ના રોજ આર્થિક સર્વેક્ષણમાં, ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ દર 6.5 ટકાથી 7 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ હતો.
Nirmala Sitharaman tables Economic Survey 2024-25, Parliament adjourned for the day
— ANI Digital (@ani_digital) January 31, 2025
Read @ANI Story | https://t.co/M5IbGuQuFX#NirmalaSitharaman #economicsurvey2025 pic.twitter.com/ORD0Tml2Tx
2047સુધીમાં વિકસિત ભારત થવા માટે 8% વિકાસ દર જરૂરી
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 2024-25 માટે આર્થિક સર્વે રજૂ કર્યો છે, જે દેશના આર્થિક સ્વાસ્થ્યનો હિસાબ છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે, આગામી એક થી બે દાયકા સુધી આર્થિક વિકાસ દર 8 ટકાના દરે જાળવી રાખવો પડશે. આર્થિક સર્વેક્ષણ મુજબ, 2047 માં દેશની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં વિકસિત દેશ બનવાની આર્થિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે, ભારતને એક કે બે દાયકા સુધી સરેરાશ 8 ટકાનો GDP વૃદ્ધિ દર હાંસલ કરવાની જરૂર છે. જોકે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓ સહિત વૈશ્વિક પરિસ્થિતિઓ ભારતના આર્થિક વિકાસ પરિણામોને અસર કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 2024-25 માટે આર્થિક સર્વે રજૂ કર્યો છે, જે દેશના આર્થિક સ્વાસ્થ્યનો હિસાબ છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. પીટીઆઈએ આ માહિતી આપી છે.
- આર્થિક સર્વેક્ષણમાં રોજગાર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર અંગે ચેતવણી આપવામાં આવી છે.
- ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં GDP વૃદ્ધિ દરમાં ઘટાડા માટે બાહ્ય પડકારોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ સર્વેમાં નિકાસમાં ઘટાડા વિશે પણ વાત કરવામાં આવી છે.
- આર્થિક સર્વેક્ષણમાં ચીન પર ઉત્પાદન ક્ષેત્રની નિર્ભરતા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સર્વેમાં ઉદ્યોગોના નિયંત્રણમુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો...
Budget Expectations 2025: 8 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ! જાણો બીજા ક્યાં થવા જઈ રહ્યા છે બદલાવ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
