શોધખોળ કરો
બજેટ 2020: સરકાર કઈ મોટી કંપનીનો લાવશે IPO, નામ સાંભળીને ચોંકી જશો
LIC દેશની સૌથી મોટી સરકારી જીવન વીમા કંપની છે. આ દુનિયાની સૌથી મોટી વીમા કંપનીઓમાંથી એક છે. સરકાર લાઈફ ઈશ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લાવશે તેવું નિર્મલા સીતારમણે જાહેરાત કરી.

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે જેમાં અલગ-અલગ ક્ષેત્રે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જોકે સરકાર લાઈફ ઈશ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લાવશે તેવું નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી. સરકાર એલઆઈસીનો IPO લિસ્ટેડ કરીને નાણાં એકત્ર કરશે.
LIC દેશની સૌથી મોટી સરકારી જીવન વીમા કંપની છે. આ દુનિયાની સૌથી મોટી વીમા કંપનીઓમાંથી એક છે. LIC ભારતના 1.3 અરબ લોકોમાંથી લગભગ આના ચોથા ભાગના લોકો સાથે જોડાયેલી છે. કંપની પાસે કુલ 31.10 લાખ કરોડ રૂપિયાના અસેટ અંડર મેનેજમેન્ટ છે. LICનો આઈપીઓને લઈને છેલ્લા કેટલાંય સમયથી ચર્ચાઓ ચાલતી હતી. જોકે આ ચર્ચાનો હવે અંત આવી ગયો છે અને આજે જાહેરાત કરી દીધી છે.
એલઆઈસીને સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કરાવવામાં આવશે તો દેશની સૌથી મોટી સુચિબદ્ધ નાણાં સેવા કંપની બની જશે. આઈપીઓ લાવવા પાછળ સરકારનો ઈરાદો એ છે કે, સરકાર એલઆઈસી પોતાનો હિસ્સો ઘટાડશે. કેન્દ્ર સરકારે પહેલા પણ જાહેરાત કરી ચૂકી છે કે તે પીએસયુ કંપનીઓમાં પોતાની ભાગીદારીને 35 ટકા સુધી જ રાખશે.
માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે, એલઆઈસીનો આઈપીઓસ રોકાણકારો માટે મોટી કમાણીવાળો પબ્લિક ઈશ્યૂ સાબિત થશે. સરકાર એલઆઈસીનો IPO લિસ્ટેડ કરીને નાણાં એકત્ર કરશે.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
Advertisement
