નવી દિલ્હીઃ મોદી સરકાર ટૂંકમાં જ પોતાના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરવની છે. આ મોદી સરકારનાં કાર્યકાળનું આ અંતિમ વર્ષ છે માટે બજેટ વચગાળાનું હશે. આ બજેટમાં સરકાર કોઈપણ પ્રકારનો નવો ટેક્સ નહીં લગાવતી અને ન તો કોઈ નીતિગત નિર્ણય લે છે. આજે અમે તમને બજેટ સાથે જોડાયેલ આવા જ 5 શબ્દો વિશે જણાવી રહ્યા છીએ.
2/6
લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સઃ કોઈ ઇન્વેસ્ટર શેર ખરીદે અને તેને એક વર્ષની અંદર વેચી મારે તો જે નફો થાય તેના પર વસૂલવામાં આવતા કરને શોર્ટ ટર્મ કેપિટલ ગૅઈન કહેવામાં આવે છે. હાલમાં શૉર્ટ ટર્મ કેપિટલ ગૅઈન્સ ટેક્સનો દર 15 ટકા છે. એક વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખેલા શેર પર થતા કેપિટલ ગૅઈનને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ઓળખવામાં આવે છે અને તેના પર 10 ટકાના દરે ટેક્સ લાગે છે.
3/6
પ્રત્યક્ષ અને પરોક્ષ કરઃ પ્રત્યક્ષ કર એટલે જાહેર જનતા દ્વારા સરકારને સીથો ચૂકવાતો કર જેમ કે ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સને પ્રત્યક્ષ કર કહેવામાં આવે છે. જ્યારે પરોક્ષ કરમાં જીએસટીનો સમાવેશ થાય છે. વેલ્યૂ એડેડ ટેક્સ, સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, લક્ઝરી ટેક્સ, એન્ટરટેઈન્મેન્ટ ટેક્સ અને ઓક્ટ્રોય વગેરે જેવા વિવિધ પરોક્ષ વેરાનું સ્થાન હવે જીએસટીએ લીધું છે. પરોક્ષ કરમાં ચૂકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર કરી શકાય છે.
4/6
વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદાઃ વાર્ષિક 2.5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને હાલમાં ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. જો સરકાર આ છૂટમાં વધારો કરે તો કરદાતાઓને તેનાથી લાભ થશે.
5/6
રાજકોષીય ખાધઃ સરકારની કુલ મહેસુલી આવક કરતાં કુલ મહેસુલી ખર્ચ વધી જાય તેને રાજકોષીય ખાધ ઉભી થતી હોય છે. તેમાં સરકારે લીધેલી લોનનો સમાવેશ થતો નથી. આગામી 2019ના નાણાકીય વર્ષ માટેનું બજેટ લોકરંજક હશે કે કેમ તેનું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે. લોકરંજક બજેટમાં મતદારોને આકર્ષવા માટે કરમાં રાહત, મુક્તિ આપવામાં આવતી હોય છે અથવા કરમાળખામાં સુધારા કરવામાં આવતા હોય છે. તેથી સરકારના ખર્ચમાં વધારો થતો હોય છે.
6/6
નાણાકીય વર્ષઃ ભારતમાં પહેલી એપ્રિલથી નાણાંકીય વર્ષ શરૂ થાય છે અને 31 માર્ચેં પુરું થાય છે. આ વર્ષનું વચગાળાનું બજેટ 1 એપ્રિલ, 2018થી 31 માર્ચ, 2019 વચ્ચેના સમયગાળાનું એટલે કે 2019ના નાણાકીય વર્ષનું હશે.