શોધખોળ કરો

Union Budget 2022: કઈ યોજના હેઠળ નવી 60 લાખ નોકરીઓ, 30 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થશે ?

નિર્મલા સીતારામને કહ્યું કે, કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ્સ (પીએલઆઈ) યોજના હેઠળ 14 ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં  રહ્યું છે. આ 14 ક્ષેત્રોમાં નવી નોકરીઓ પેદા કરવાની ક્ષમતા છે.

નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં નવી 60 લાખ નોકરીઓ પેદા કરવાનો લક્ષ્ય જાહેર કર્યો હતો. નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ્સ (પીએલઆઈ) યોજના હેઠળ 14 ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં  રહ્યું છે. આ 14 ક્ષેત્રોમાં 60 લાખ નવી નોકરીઓ પેદા કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત આ 14 ક્ષેત્રોમાં 30 લાખ કરોડ રૂપિયાનું વધારાનું નવું ઉત્પાદન પણ પેદા કરવાની ક્ષમતા છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ તેમનું ચોથું બજેટ છે અને આ વખતે પણ બજેટ પેપરલેસ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એલઆઇસીના આઇપીઓ અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે. તેમણે ઉમેર્યું હતું કે, એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે અને આ માટે જરૂરી કાર્યવાહીનું કામ સુચારું રૂપે ચાલી રહ્યું છે. દેશમાં આઇટી અને પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે અને મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરાશે.નોંધનીય છે કે, એલઆઇસીના આઇપીઓની રોકાણકારો રાહ જોઇ રહ્યા છે, ત્યારે આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. હવે ગમે ત્યારે એલઆઇસીનો આઇપીઓ આવી શકે છે.  આ સમયે નિર્મલા સીતારમણે 60 લાખ નોકરીઓ આપવાની જાહેરાત પણ કરી હતી. 

તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ બજેટમાં આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી રહી છે. દેશમાં આર્થિક પુનઃપ્રાપ્તિને મજબૂત કરવા પર ફોકસ છે. 60 લાખ નવી નોકરીઓ મળશે. વિકાસદર 2 ટકા રહેવાનું અનુમાન છે. દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે. દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય છે. ગરીબોના જીવનમાં બદલાવવાની પ્રાથમિકતા. અર્થવ્યવસ્થાના મોરચે સરકાર પડાકારોનો સામનો કરી રહી છે. વેક્સીનેશન અભિયાનને ઝડપથી લાગું કરાયું. બજેટમાં આગામી 25 વર્ષ સુધીની બ્લૂપ્રિન્ટ.

દેશ ફરી એકવાર ચૂંટણીના રંગમાં રંગાઈ ગયો છે. યુપી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. દરમિયાન, આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીના સંકટ વચ્ચે રજૂ થનારા બજેટમાં સરકારની પ્રાથમિકતાઓ શું હશે અને તેમાં નોકરીયાત અને સામાન્ય લોકો માટે શું થશે, તેના પર તમામની નજર રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નાણામંત્રી તેમના દિવસની શરૂઆત સવારે 9 વાગ્યાથી કરશે. કેન્દ્રીય મંત્રી તેમની ટીમ સાથે સવારે 9 વાગ્યે નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થશે. નાણા મંત્રાલયના ડાયરેક્ટર જનરલ (મીડિયા અને કોમ્યુનિકેશન્સ) અનુસાર, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કર્યા પછી, નાણામંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટને બજેટ વિશે ટૂંકી માહિતી આપશે અને પછી સંસદ માટે રવાના થશે.

સ્થાપિત સંમેલનો મુજબ, ભારતના રાષ્ટ્રપતિને પ્રથમ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટની જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવે છે. તે હંમેશા રૂઢિગત બેઠક છે, કારણ કે રાષ્ટ્રપતિ કેન્દ્રીય બજેટમાં કોઈ ફેરફાર સૂચવતા નથી, પરંતુ નાણામંત્રીએ સંસદમાં સત્તાવાર રીતે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.

રાષ્ટ્રપતિને મળ્યા બાદ સીતારમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટને મળવાની છે અને કેબિનેટને બજેટ વિશે માહિતી આપવાની છે. નાણા મંત્રાલય બજેટ વિશે ગુપ્તતા જાળવે છે, તેમનું ભાષણ રજૂ કરતા પહેલા નાણામંત્રી બજેટની જોગવાઈઓ વિશે ગુપ્તતા રાખવા માટે બંધાયેલા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget