બજાર મૂલ્યાની દૃષ્ટિએ યૂરો ક્ષેત્રની સૌથી મોટી બેંક, બેન્કો સે ટેન્ડરની ગ્રુપ કાર્યકારી અધ્યક્ષ, બોટીને એવા સમયે એક વખત ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે જ્યારે દરેક જગ્યાએ આર્થિક અને રાજનીતિક ઉતાર ચડાવનું વાતાવરણ છે. 2016ની યાદીમાં 19 દેશને સામેલ કરવામાં આવ્યા છે.
2/3
ફોર્ચ્યૂન આંતરરાષટ્રીય સ્તર પર 50 ટોચની શક્તિશાળી મહિલાઓની યાદીમાં 60 વર્ષના અરુંધતિ ભટ્ટાચાર્ય બીજા સ્થાન પર જ્યારે ચંદા કોચર પાંચમાં અને શીખા શર્મા 19માં સ્થાન પર રહ્યા છે. આ યાદીમાં અમેરિકા બહારની મહિલાઓને સામેલ કરવામાં આવી છે.
3/3
ન્યૂયોર્કઃ ભારતની ટોચની મહિલા બેન્કર - એસબીઆઈના પ્રમુખ અરુંધતિ ભટ્ટાચાર્ય, આઈસીઆઈસીઆ બેંકના પ્રમુખ ચંદા કોચર અને એક્સિસ બેંકના મુખ્ય કાર્યકારી શિખા શર્મા - અમેરિકા સિવાયની વિશ્વની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ છે. આ વાત ફોર્ચ્યન દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીમાં કહેવામાં આવી છે જેમાં ટોચના સ્થાન પર બેન્કો સેટેન્ડરના પ્રમુખ એના બોટીનને મળ્યું છે.