શોધખોળ કરો
નોટબંધીને લઈ RBI એ પ્રથમ વખત આપી મોટી જાણકારી, જાણો વિગત

1/3

રિઝર્વ બેંકે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન પરત આવેલી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોની ગણતરી અને અસલીની ઓળખ કર્યા બાદ તેનો નાશ કરવા માટે ઈંટો બનાવાશે. નોટબંધી લાગુ કર્યા બાદ 30 જૂન, 2017 સુધી 15.28 લાખ કરોડ રૂપિયાની જૂની નોટો આરબીઆઈ પાસે આવી હતી.
2/3

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટમાં કરવામાં આવેલા ખુલાસા મુજબ, 8 નવેમ્બર 2016ના રોજ 15 લાખ 44 હજાર કરોડથી વધારે રકમની નોટો ચલણમાં હતી. હાલ 15 લાખ 31 હજાર કરોડની નોટો ફરી ચલણમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરીને નવી 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. જૂની નોટો બેંકમાં પરત જમા કરાવવા માટે સરકારે 50 દિવસનો સમય આપ્યો હતો.
3/3

નવી દિલ્હીઃ મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી લાગુ કરી હતી. જેના લગભગ 21 મહિના બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રથમ વખત મોટી જાણકારી આપી છે. આરબીઆઈ દ્વારા જની 1000 અને 500 રૂપિયાની નોટોના આંકડા જાહેર કર્યા છે. આરબીઆઈએ કહ્યું હતું કે નોટબંધીના સમયે ચલણમાં હતી તે પૈકી આશરે 99 ટકા માર્કેટમાં પરત આવી ગઈ છે.
Published at : 29 Aug 2018 12:25 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement