નોંધનીય છે કે, ભારતના નાઈજીરિયા સાથે કોઈ પણ પ્રત્યર્પણ કરાર નથી અને હવે તેને આફ્રીકાના દેશથી પરત લાવવા મુશ્કેલ છે. જોકે તપાસ એજન્સીઓએ યૂએઈ ઓથોરિટીને સાંદેસરાની ધરપકડ કરવા માટે અરજી કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત સાંદેસરા પરિવાર વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી થઈ શકે છે.
2/5
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ અહેવાલ આવ્યા હતા કે નિતિનની દુબઈમાં યૂએઈ ઓથોરિટીએ ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં આ અહેવાલ ખોટા નીકળ્યા હતા. હવે સામે આવ્યું ચે કે નિતિન સાંદેસરા અને તેનો પરિવાર ઘણાં સમય પહેલા જ નાઈજીરિયા ભાગી ગયા છે.
3/5
મીડિયા અહેવાલ અનુસાર ઈડી અને સીબીઆઈના સૂત્રો એ જણાવ્યું કે, નતિન, તેના ભાઈ ચેતન સાંદેસરા, ભાભી દીપ્તિ બેન સાંદેસરા અને પરિવારના અન્ય સભ્ય નાઈજિરાયામાં હોવાની વાત સામે આવી છે. જોકે આ મામલે સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
4/5
કહેવાય છે કે, સ્ટર્લિંગ બાયોટેકના માલિક નિતિન સાંદેસરા પર 5000 કરોડ રૂપિયાના બેંક ગોટાળાનો આરોપ છે. થોડા સમય પહેલા જ અહેવાલ આવ્યા હતા કે, કારોબારી નિતિન દુબઈમાં છે, પરંતુ ઈડી અને સીબીઆઈના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર તે નાઈજીરિયા ભાગી ગયો છે.
5/5
નવી દિલ્હીઃ નીરવ મોદી, મેહુલ ચૌકસી અને વિજય માલ્યા બાદ વધુ એક કારોબારી નિતિન સંદેસરા દેશ ચોડીને નાઈજીરિયા ભાગી ગયાના અહેવાલ છે.