શોધખોળ કરો
અંબાણી પરિવારે ઈશા-આનંદને આપ્યું ‘સ્પેશિયલ કાર્ડ’, લખ્યો ખાસ મેસેજ

1/7

ઈશા અંબાણી અને આનંદ પીરામલ
2/7

આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો છે. હાલ તે પીરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયો હોવાના કારણે તેણે બે સ્ટાર્ટ અપ્સ શરૂ કર્યા હતા.
3/7

ઈશા અને આનંદ ઘણા લાંબા સમયથી મિત્રો હતા. બંનેના પરિવારજનો એકબીજાને છેલ્લા ચાર દાયકાથી જાણે છે. આનંદે ઈશાને મહાબળેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. જે બાદ કપલે તેમના પરિવારજનો સાથે લંચ કર્યું હતું.
4/7

ઈશા અંબાણીની નેટવર્થ 668 કરોડ રૂપિયા છે. ઈશા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેનું નામ ફોર્બ્સની ટોપ 10 કરોડપતિ ઉત્તરાધિકારીના લિસ્ટમાં બીજા સ્થાન પર હતી. તે સમયે ઈશા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 80 મિલિયન ડોલરના શેર્સની માલિક બની હતી.
5/7

મુંબઈના ઈસ્કોન મંદિરમાં બંનેએ પૂજા-અર્ચના કરી હતી. અંબાણી પરિવાર માટે આ ક્ષણ ખાસ હતી. આ ખુશીની ક્ષણમાં તેમણે દીકરી અને જમાઈ માટે એક સ્પેશિયલ કાર્ડ તૈયાર કર્યું અને બંનને અભિનંદન આપ્યા.
6/7

નવી દિલ્હીઃ મુકેશ-નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન પીરામલ ગ્રુપના માલિક અજય પીરામલના દીકરા આનંદ સાથે થશે. રવિવારે આનંદે ઈશાને પ્રપોઝ કર્યું હતું. બંનેના પરિવારજનોએ પણ આ સંબંધ પર સહમતિ વ્યક્ત કરી હતી. ચાલુ વર્ષના અંતે બંને લગ્નના બંધનમાં બંધાશે.
7/7

આ કાર્ડમાં અંબાણી પરિવારે ઈશા અને આનંદની તસવીર ફ્રેમ કરાવી અને તેના ઉપર એક મેસેજ લખ્યો- બ્યૂટિફુલ કપલને અભિનંદન. આ કાર્ડમાં નીતા અંબાણી, મુકેશ અંબાણી, શ્લોકા મહેતા, આકાશ અંબાણી અને અનંત અંબાણીનું નામ લખેલું છે.
Published at : 07 May 2018 04:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
દેશ
Advertisement
