શોધખોળ કરો
૩ વર્ષમાં ATM કોઇ કામના જ નહિ રહે, જાણો હાલમાં કેટલું ટ્રાન્ઝેક્શન થાય છે રોકડમાં
1/6

નવી દિલ્હીઃ જયપુરમાં ચાલતા સાહિત્ય મહોત્સવમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત એક ચર્ચામાં સામેલ થયા હતા. ચર્ચાને બ્રેવ ન્યૂ વર્લ્ડઃ ધ વર્ચ્યુઅલ ઇકોનોમી એન્ડ બિયોન્ડનું ટાઈટલ આપવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ અર્થવ્યવસ્થા વિષય પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન અમિતાભ કાંતે કહ્યું કે, ડિજિટલ અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધવા માટે નોટબંધી જરૂરી હતી.
2/6

તેમણે કહ્યું, આપણે એક મોટી ઉથલ પાથલ વચ્ચે છીએ. હાલમાં 85 ટકા લેવડ દેવડ રોકડમાં થાય છે. તેનાથી કાળાનાણાં માટે વધુ તક ઉભી થઈ રહી છે પરંતુ આપણે મોબાઈલ ફોનની દુનિયામાં અસામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. એટલ કે કેશલેસ અર્થવ્યવસ્થા માટે આધારભૂત માળખું આપણી પાસે છે.
Published at : 23 Jan 2017 10:22 AM (IST)
View More























