નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર આગામી સપ્તાહે બેંકો 5-6 દિવસ બંધ રહેવાની અફવા ફેલાઈ છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહે જન્માષ્ટમી છે. ત્યાર બાદ 2 દિવસ રિઝર્વ બેંકના કર્મચારીઓની હડતાળ છે. આ કારણે સમગ્ર દેશમાં 1થી 5 સપ્ટેમ્બર સુધી બેંક અને એટીએમ બંધ રહેશે. જોકે આ અફવા એટલી બધી ફેલાઈ ગઈ તે આ મામલે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી છે.
2/3
વિત્ત મંત્રાલયે કહ્યું છે કે આ દરમિયાન દેશભરના એટીએમ પુરી રીતે કામ કરશે અને એ સમયગાળામાં એટીએમમાં જરૂરી રોકડ રહે તે સુનિશ્ચિત કરવા કહ્યું છે. બેન્કર્સનું કહેવું હતું કે 3 સપ્ટેમ્બરે બેન્કોમાં જન્માષ્ટમીની રજા નથી. એ રાજ્યોમાં જ રજા રહશે જેની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આરબીઆઈની હળતાળથી બેન્કોના કામકાજ પર કોઈ અસર પડશે નહીં. જેથી કોઈએ ટેન્શન લેવાની જરૂર
3/3
વિત્ત મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે 2 સપ્ટેમ્બરે રવિવારના કારણે અને 8 સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર હોવાથી બેન્ક બંધ રહશે. 6 સપ્ટેમ્બરે બેન્કો ખુલી છે અને બધા જ કામો થશે. 7 સપ્ટેમ્બરે પણ બેંકો ખુલી રહેશે પણ આ પછી બે દિવસ બેંકો બંધ રહેશે, કારણ કે 8 સપ્ટેમ્બરે મહિનાનો બીજા શનિવાર છે અને 9 સપ્ટેમ્બરે રવિવારની રજા છે.