જણાવી દઈએ કે ઈન્ડિપેન્ડસ ડેના અવસરે અમેઝોન પણ 9 ઓગસ્ટથી પોતાનો સેલ શરૂ કરી રહ્યું છે. આ સેલમાં ગ્રાહકોને ઘણી ધમાકેદાર ઓફર મળશે. અમેઝોનનો ફ્રીડમ સેલ 9 ઓગસ્ટ બપોર 12 વાગ્યાથી 12 ઓગસ્ટે રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ગ્રોસરી સહિત 20,000થી વધારે પ્રોડક્ટ્સ પર ઓફર મળશે.
2/4
આ સેલની શરૂઆત 10 ઓગસ્ટે રાત્રે 12 વાગ્યાથી થશે. સેલમાં 10મી તારીખથી રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ‘Rush Hour’ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટ મળશે. ‘ફ્રીડમ કાઉન્ટડાઉન’ નામની ડિલમાં 10થી લઈને 12 તારીખ સુધી રોજ 7.47 PMથી 8.18 PM સુધી 31 મિનિટ માટે પ્રોડક્ટ્સની કિંમત ઓછી રહેશે. સાથે જ ‘One Deal Every Hour’માં સેલ દરમિયાન દરેક કલાકે નવી ડિલ આવશે. આ પ્રકારે 24 કલાકમાં તમને 24 ડિલ મળશે.
3/4
ફ્લિપકાર્ટના બીગ ફ્રીડમ સેલમાં ગ્રાહકોને દરેક 8 કલાક બાદ બ્લોકબસ્ટર ડિલ્સ મળશે. તો સેલ દરમિયાન કેટલાક ગ્રાહકોને 80 ટકા સુધી બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં જો ગ્રાહક સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે તો 10 ટકા કેશબેક મળશે.
4/4
નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટે એમેઝોનને ટક્કર આપવા માટે બિગ ફ્રીડ સેલ લઈને આવી રહ્યું છે. વોલમાર્ટ અધિકૃત ભારતીય ઈ કોમર્સ જાઈન્ટ પોતાના ફ્રીડ ડે સેલની શરૂઆત 10થી 12 ઓગસ્ટની વચ્ચે કરશે. આ સેલને સ્વતંત્રતા દિવસના અવસર પર 72 કલાક સુધી ચલાવવામાં આવશે.