થોડા દિવસો પહેલા જ ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને શક્તિકાંત દાસને નવા ગવર્નર બનાવાયા છે.
2/3
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે અચાનક આપી દીધેલા રાજીનામાને લઈ સરકારની થઈ રહેલી ટિકાનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, કેન્દ્રીય બેંકના રિઝર્વ ફંડને લઈ આરબીઆઈના બોર્ડ મેમ્બર્સ સાથે બેઠક થઈ છે. સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાનું કહ્યું નહોતું.
3/3
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ આરબીઆઈની કેશ રિઝર્વને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકારને આગામી વર્ષે મે મહિના સુધી રિઝર્વ બેંક પાસેથી એક રૂપિયો નથી જોઈતો. હાલ આરબીઆઈ પાસે 28 ટકા રિઝર્વ છે. આટલા રૂપિયા રાખવાની નીતિ 2015માં બનાવવામાં આવી હતી.