Paylater એકાઉન્ટ પર તમને 10થી 25 હજારની રેન્જમાં ક્રેડિટ મળશે. તમને કેટલી રકમની ક્રેડિટ મળશે તે તેના પર આધાર રાખે છે કે બેંક પ્રમાણે તમે કેટલી રકમ માટે એલિજિબલ છો. જે પણ રકમ તમે Paylater એકાઉન્ટમાંથી લીધી છે તે રકમ આપોઆપ ડ્યૂ ડેટ પર તમારા ખાતામાંથી કપાઈ જશે. પરંતુ જો તમારા ખાતામાં રૂપિયા નહીં હોય, તો તમારે લેટ પેમેન્ટ ચાર્જ આપવો પડશે.
2/6
બેંક અનુસાર આ સુવિધા ‘ઇનવાઈટ-ઓનલી’ બેસિસ પર મળી રહી છે. એટલે કે જો બેંકને લાગે કે તમને આ સુવિધા આપવી જોઈએ, તો તેનું પોપ-અપ તમારા પોકેટ્સ વોલેટ, iMobile અને ઇન્ટરનેટ બેન્કિંગ એપ પર દેખાશે.
3/6
PayLater અંતર્ગત તમને 30 દિવસની ઇન્ટરેસ્ટ ફ્રી ક્રેડિટ અથવા લોન મળે છે. આ ક્રેડિટ દ્વારા તમે બિલ ભરી શકો છો. ખરીદી પણ કરી શકો છો અથવા અન્ય દુકાનદારને યૂપીઆઈ આઈડી દ્વારા પેમેન્ટ કરી શકો છો. જોકે તમે તેનો ઉપયોગ ક્રેડિટ કાર્ડના પેમેન્ટ માટે કરી શકશો નહીં. ઉપરાંત તમે ફંડ ટ્રાન્સફર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકશો નહીં.
4/6
ICICI બેંકની વેબસાઈટ આપવામાં આવેલી જાણકારી અનુસાર PayLater એકાઉન્ટ એક ડિજિટલ ક્રેડિટ પ્રોડક્ટ છે. આ એક ક્રેડિટ કાર્ડ જેવું જ છે, જ્યાં તમે પહેલા ખર્ચો કરો છો અને બાદમાં તેનું પેમેન્ટ કરો છો.
5/6
નવી દિલ્હીઃ જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા અને તમને રૂપિયાની તાત્કાલીક જરૂર છે તો તમે ICICI બેંકમાંથી 30 દિવસ માટે ઉધાર લઈ શકો છો. તેના પર કોઈ વ્યાજ પણ ચૂકવવું નહીં પડે. જોકે તેના માટે કેટલાક નિયમો અને શરતો નક્કી કરવામાં આવ્યા છે.
6/6
આ સુવિધાનો લાભ લેવા માટે આમ તો તમારે કોઈ વ્યાજ આપવું નહીં પડે. પરંતુ જો તમે ડેડલાઈન સુધી તમારું બિલ નહીં ચૂકવો તો તમારે લે પેમેન્ટ ચાર્જીસ આપવાના રહેશે. આ ચાર્જ ત્યાં સુધી લાગતા રહેશે, જ્યાં સુધી તમે ડ્યૂ ક્લિયર નહીં કરો.