કારમાં 1.0 લિટરના ત્રણ સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન મળશે, જે 68 હોર્સપાવરની તાકાત અને 90 એનએમનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે જ તેમાં 1.2 લિટરના ચાર સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળશે, જે 83 હોર્સપાવરની તાકાત અને 113 એનએમનો ટોર્ગ જનરેટ કરે છે. બન્ને એન્જિન 5 સ્પીડ યૂનિટના મેન્યૂઅલ અને 5 સ્પીડ યૂનિટના એટીએમ ગિયરબોક્સની સાથે આવે છે. આ કારની કિંમત 4.5થી 5.5 લાખ રૂપિયાની વચ્ચે હશે.
2/4
કંપનીએ જે તસવીર જારી કરી છે, તે કારના એએમટી વેરિયન્ટની છે. સ્ટીયરિંગ વ્હીલ્સ પર તમને જરૂરી બટન મળી જશે. કંપનીએ જે તસવીર શેર કરી છે તેમાં ઓરેન્જ બૈકલિટ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ મળે છે. મારુતિ સુઝુકીએ નવી વેગનઆરને હર્ટેક પ્લેટફોર્મ પર વિકસિત કરી છે. આ પ્લેટફોર્મ પર વિકસિત હોવાને કારણે કારનું વજન જૂની કાર કરતાં અંદાજે 50-65 કિલોગ્રામ ઓછું થઈ ગયું છે. જ્યારે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના મામલે નવી વેગનઆર જૂના કરતાં થોડી વધારે મોટી છે.
3/4
કારની ગ્રીલની ચારે બાજુએ ક્રોમ ગાર્નિશ જોવા મળશે. કારમાં તમને ફોગ લેમ્પ મળશે. કારની તસવીરના આધારે ફીચરની વાત કરીએ તો તમને નવી વેગનઆરમાં ડ્યુઅલ ટોન ડેશબોર્ડ જોવા મળી શકે છે. તેની સાથે જ સેન્ટર કન્સોલમાં તમને 7.0 ઇંચની હોમ સ્ક્રીન મળશે. કારમાં HVAC સિસ્ટમ ટચસ્ક્રીનની નીચે મળી શકે છે.
4/4
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી 23 જાન્યુઆરીએ પોતાની નવી વેગનઆર લોન્ચ કરવાની છે. લોન્ચિંગ પહેલા કંપની કારની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં કારના ઇન્ટીરિયર અને એક્સટીરિયર બન્ને જોવા મળી રહ્યા છે. મારુતિએ નવી વેગનઆરને ‘True Tall Boy’ નામ આપ્યું છે, જે તસવીરમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે. તમે કારની જૂની અને નવી તસવીર સાથે રાખીને તફાવત જોઈ શકો ચો. કારમાં નવી હેડલાઈટ અને નવા ફ્રન્ટ વેગનઆરના ફેસને નવું રૂપ આપે છે.