કારમાં1.2-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન લાગેલ છે જે 76 બીએચપીનો પાવર જનરેટ કરે છે. માત્ર પેટ્રોલ ટ્રિમમાં સીવીટ ઓટોબોક્સ લગાવવામાં આવ્યું છે અને કંપનીના દાવા અનુસાર આ કાર 19.34 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે. કારના ડીઝલ વર્ઝનમાં 1.5 લિટર, 4-સિલિન્ડર એન્જિન લાગેલ છે જે 63 બીએચપીનો પાવર જનરેટ કરે છે. આ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવી છે અને કાર 23.08 કિલોમીટરની માઈલેજ આપે છે.
2/4
સનશાઈન ઓરન્જ ઉપરાંત નિસાન માઈક્રા 5 અન્ય રંગમાં પણ મળશે જેમાં બ્રિક રેડ, ટરક્વાઈઝ બ્લૂ, બ્લેડ સિલ્વર, ઓનિક્સ બ્લેક, નાઈટશેડ અને સ્ટોર્મ વ્હાઈટમાં ઉપલબ્ધ છે. કારમાં બ્લેક ફિનિશ સેન્ટર કન્સોલ, બ્લેક ડોર ટ્રિમ, બ્લેક અપહોલ્સટ્રી લગાવવામાં આવ્યા છે. જ્યારે, માઈક્રા એક્ટિવમાં બ્લેક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લેક સીટ ફેબ્રિક લગાવવામાં આવ્યા છે.
3/4
નવી દિલ્હીઃ તહેવારની સીઝનને ધ્યાનમાં રાખાત નિસાન ઇન્ડિયાએ માઈક્રાને ઓટોમેટિક ટ્રાન્સમિશન અને નવા સનશાઈન ઓરન્જ કલરમાં લોન્ચ કરી છે. નવા કલર વિકલ્પ નિસાન માઈક્રા એક્ટિવ અને માઈક્રા મોડલની સાથે ઉપલબ્ધ હશે. તેની કિંમત 4.55 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. ઉપરાંત, નિસાન માઈક્રા સીવીટીની કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે.
4/4
નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અરૂણ મલ્હોત્રાએ જણાવ્યું કે, સનશાઈન ઓરેન્જ કલર ઓપ્શનમાં આ કાર ગ્રાહકોને પસંદ પડશે. કારના ઇન્ટીરિયરને યૂરોપિયન સ્ટાઈલ ઓલ-બ્લેક ઇન્ટીરિયર રાખવામાં આવ્યું છે. આ તમામ નવા ઓપ્શન માટે કોઈ વધારો કરવામાં નથી આવ્યો. અમને આશા છે કે, પેકેજ ભારતીય ગ્રાહકોને પસંદ આવશે.