Hun To Bolish : હું તો બોલીશ : ચાર-ચાર યુનિવર્સિટી નાપાસ !
Hun To Bolish : હું તો બોલીશ : ચાર-ચાર યુનિવર્સિટી નાપાસ !
ગુજરાત યુનિવર્સિટી
પત્રકારત્વ શીખવનાર ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ થઈ.... માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિભાગની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 25 નવેમ્બર એટલે કે આજની પરીક્ષાનું પ્રશ્નપત્ર ગઈકાલે આપી દેવામાં આવ્યુ.....અલગ વિષયનું પ્રશ્નપત્ર આવતા જ વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા....કેમ કે, ગઈકાલે ત્રીજા સેમેસ્ટરનું મીડિયા રિસર્ચનું પેપર હતું....જેમાં વિદ્યાર્થીઓને આજે યોજાનારી સ્ટડી ઓફ ગ્રેડ્સની પરીક્ષાનું પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું....આ ગરબડ દરમિયાન પ્રશાસન અડધો કલાક સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા નહીં.. અને ત્યાર બાદ અગાઉનું પ્રશ્નપત્ર લઈને વિદ્યાર્થીઓને મીડિયા રિસર્ચનું પેપર અપાયુ....અને વિદ્યાર્થીઓને પેપર પૂરું કરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો...આ મુદ્દે ગુજરાત યુનિ. તરફથી પેપર સેટ કરનાર અધ્યાપકને નોટિસ મોકલવામાં આવી....અધ્યાપક નોટિસનો જવાબ આપશે ત્યારબાદ તેમના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે...
---------------------
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો, અહીં તો કેવી અંધાધૂંધી ચાલી રહી છે તેનો શરમજનક કિસ્સો જોજો....12મી નવેમ્બરે BCA સેમ-5ના પ્રોગ્રામિંગ ઈન પાયથોનનું પેપર જામનગરની ખાનગી કોલેજનું બેઠું પેપર આપી દેવાતા પરીક્ષા રદ કરવી પડી હતી....22મી નવેમ્બરે 2200 વિદ્યાર્થીએ ફરીથી પરીક્ષા આપી....તેમાં પણ યુનિવર્સિટીએ ભગો વાળ્યો અને 12 નવેમ્બરનું જ પેપર ફરીથી ત્રણ-ચાર કોલેજમાં ધાબડી દેવાયું.....જોકે પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે પહેલા જ કોલેજના સંચાલકોને જાણ થઈ ગઈ....બાદમાં પરીક્ષા વિભાગને જાણ કરતા નવા પેપરનો મેઈલ કરવામાં આવ્યો....જેમાં વિદ્યાર્થીઓ અડધો કલાક બગડ્યો...
બેઠું પેપર આપી દેતા પરીક્ષા જે રદ કરવી પડી હતી, તે મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ કહ્યું છે કે, આગામી દિવસોમાં કમિટીની રચના કરવામાં આવશે....જે પેપર સેટરે આ પેપર કાઢ્યું હતું તે હવે પેપરસેટ નહીં કરી શકે....અને આવતા દિવસોમાં આ અધ્યાપકને કોઈ પણ પરીક્ષાની કામગીરી સોપવામાં આવશે નહીં...
--------------------
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી
જીટીયુ...એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી...જેમાં અંદાજે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે....આ જ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરીંગના સેમ-7નું પોર્ટ એન્ડ હાર્બર એન્જિનિયરિંગ વિષયનું પેપર 13 નવેમ્બરે લેવાયેલું હતું....અને જે 13 નવેમ્બરે પેપર લેવાયું હતું...તે ગયા વર્ષનું એટલે કે 19 નવેમ્બર 2024નું બેઠે બેઠું પૂછી નાખ્યું....પ્રશ્નપત્રમાં પહેલેથી લઈને છેલ્લે સુધી તમામ પ્રશ્નો એક જ.... ઓપશન પણ એક જ....માર્ક્સ પણ સેમ....એટલે કે ડિટો કોપી પેસ્ટ....70 માર્ક્સનું આ પેપર બેઠું ને બેઠું ગયા વર્ષનું અપાઈ પણ ગયું...અને લેવાઈ પણ ગયું....
આ મુદ્દે GTUએ કમિટી બનાવી હતી...કમિટીએ રિપોર્ટ સોંપતા અધ્યાપક વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે....અધ્યાપક પાસેથી 5 વર્ષનું મહેનતાણું વસુલ કરાશે...અને 2 વર્ષ માટે પરીક્ષાને લગતી તમામ કામગીરીથી દૂર કરવામાં આવ્યા...ફરજમાં નિષ્કાળજી બદલ અધ્યાપક વિરુદ્ધ GTU ટેકનિકલ એજ્યુકેશન કમિશનરને પગલા લેવા ભલામણ કરાશે...
--------------------
કચ્છ યુનિવર્સિટી વિવાદ
12 ઓક્ટોબરે કચ્છ યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો હતો....સવારે સ્નાતકમાં BBA સેમ. 5 ની અને બપોર પછી અનુસ્નાતકમાં MBA સેમ. 5 ની પરીક્ષા લેવામાં આવી હતી....હવે તમને જાણીને નવાઈ લાગશે, BBAના જે વિદ્યાર્થીઓ સવારે પેપર લખીને જતા હતા...એ જ સેમ પેપર MBAના વિદ્યાર્થીઓને બપોરે અપાયું....એટલું જ નહીં આખી ઘટનાની 4 દિવસ પછી યુનિવર્સિટીને ખબર પડી....જેથી યુનિવર્સિટીએ MBAનું પેપર રદ કર્યું અને ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો....જેનો વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કરતા આ જ પેપર માન્ય રાખવામાં આવ્યું....આ મુદ્દે કમિટી બનાવાઈ છે કોઈ નિર્ણય નથી લેવાયો....




















