પ્રતિ દિવસ 12 લાખ બેરલ ઉત્પાદન ઘટવાની પ્રતિકૂળ અસર વૈશ્વિક ક્રૂડ માર્કેટ પર જોવા મળશે. હાલમાં ક્રૂડ પ્રતિ બેરલ 60 ડોલરની નીચે છે. જો ક્રૂડની કિંમતમાં વધારો થસે તે ઘરઆંગણે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળશે.
2/3
બીજા બાજુ પેટ્રોલ પ્રોડક્ટની નિકાસ કરતા દેશોના સંગઠન (ઓપેક) અને તેના સહયોગી ઉત્પાદક દેશ છ મહિના માટે 12 લાખ બેરલ પ્રતિ દિવસ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ ઘટાડો 1 જાન્યુઆરીથી લાગુ થશે. ઈરાનના ઓઈલ મંત્રી બિજાન જાંગનેહે 24 ઓઈલ પ્રોડક્શન કરતા દેશોની બેઠક ખત્મ થયા બાદ આ જાણકારી આપી હતી.
3/3
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં થઈ રહેલ ઘટાડાની અસર ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસા અને ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટર ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.70 અને ડીઝલ 65.30 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.