સોમવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 22 પૈસાનો ઘટાડો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને 78.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડિઝલની કિંમતોમાં પણ 20 પૈસાનો ઘટાડો આવતા ડિઝલ 73.16 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
2/3
દેશની આર્તિક રાજધાની મુંબઇમાં પણ ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે 14 પૈસાના ઘટાડા સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત 83.92 રૂપિયા પ્રતિ લીટર થઇ હતી, જ્યારે પેટ્રોલમાં 9 પૈસાનો ઘટાડો થવાના કારણે ડીઝલ 76.57 પ્રતિ લીટર થયો હતો.
3/3
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિવાળીના તહેવાર પહેલા મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 14 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 9 પૈસાનો ઘટાડો થયો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 78.42 રૂપિયા પ્રતિ લીટર થયા છે. જ્યારે ડિઝલના ભાવ 73.07 રૂપિયા પ્રતિલીટર છે.