એક વર્ષ પહેલા ડીઝલના ભાવ મે 17, 2017 મુજબ પ્રતિ લિટર 63.67 હતા જે લગભગ 6 રુપિયા જેટલા વધીને પ્રતિ લિટર રુ. 69.92 પહોંચી ગયા છે.
2/7
બીજી બાજુ નવેમ્બર 2014થી જાન્યુઆી 2016 સુધી વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ખૂબ મોટો કડાકો બોલાયો હતો. જેનો ફાયદો ગ્રાહકોને દેવાની જગ્યાએ સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારીને સરકારી તીજોરીમાં આવક વધારી ભારણ ઓછું કરવાનું પગલું ભર્યું હતું. જે ઓક્ટોબર 2017 સુધી ચાલુ રાખ્ય હતું. ઓગસ્ટ 2017માં ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ વધતા સ્થાનિક ભાવમાં ભડકો થતા લોકોની નારાજગીને જોતા સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રુ.2નો ઘટોડો કર્યો હતો.
3/7
ગત જુન 2016થી સરકાર હસ્તકની તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ દર 15 દિવસની જગ્યાએ દૈનિક ધોરણે રીવાઇઝ કરવાના શરુ કરી દીધા છે. જેના કારણે વૈશ્વિક માર્કેટમાં જોવા મળતા ઉતાર-ચઢાવની સીધી અસર દૈનિક સ્થાનિક માર્કેટમાં પણ જોવા મળે છે.
4/7
ભાવ વધારાની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. રાજ્યના પ્રમુખ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. મે 17, 2017ના રોજ શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટ 69.9 હતો જે વધીને 19 એપ્રિલ 2018ના નવા ભાવ મુજબ પ્રતિ લિટર રુ. 73. 25 થઈ ગયો છે. તો ડીઝલના ભાવ મે 17, 2017 મુજબ પ્રતિ લિટર 63. 77 હતા જે એક વર્ષમાં વધીને લગભગ 6 રૂપિયા જેટલા વધીને પ્રતિ લિટર રુ. 69.96 પહોંચી ગયા છે.
5/7
દેશમાં મુંબઈ સૌથી વધુ ટેક્સ ધરાવતા શહેરોમાં આવે છે. જ્યાં પેટ્રોલ 55 મહિનાની ટોચની સપાટી તોડીને પ્રતિ લિટર રૂપિયા 81.92 પહોંચી ગયું છે. જોકે સપ્ટેમ્બર 14, 2013માં પેટ્રોલના ભાવ ઓલ ટાઇમ હાઈ એટલે કે પ્રતિ લિટર રૂપિયા 83.62 હતા. જ્યારે ડીઝલના ભાવમાં ઓગસ્ટ 31, 2014નો પ્રતિ લિટર રૂપિયા 67.27 ભાવનો રેકોર્ડ તોડીને પ્રતિ લિટર રૂપિયા 69.50ની નવી સપાટી બનાવી હતી.
6/7
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધીને 27 નવેમ્બર 2014થી અત્યાર સુધીની હાઈએસ્ટ સપાટી એટલે કે 74.74 ડોલર પર પહોંચતા સ્થાનિક સ્તરે પણ ભાવ વધારો લાગુ પાડવામાં આવ્યો છે.
7/7
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો કેન્દ્ર સરકાર સમક્ષ તેના પર નિયંત્રણ લાગવાની વાત કરી રહ્યા છે. તેના માટે કોઈ નીતિ બનાવવાની પણ માગ ઉઠી રહી છે. પેટ્રોલની કિંમત વિતેલા ચાર વર્ષની ટોચે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત તેની ઐતિહાસીક ટોચે પહોંચી ગઈ છે.