નવી દિલ્હીઃ રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ પર ચાર ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેનાથી રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ અઢી રૂપિયા જેટલું સસ્તું થઈ જશે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પોતાની રાજસ્થાન ગૌરવ યાત્રા દરમિયાન હનુમાનગઢના રાવતસર વિસ્તારમાં એક સભામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ સસ્તા કરવાની જાહેરાત કરી હતી. રાજસ્થાન સરકારે ભાવ ઘટાડતા એવો પણ સવાલ થાય છે કે જો રાજસ્થાન સરકાર વેટ ઘટાડી શકતી હોય તો ગુજરાત સરકાર વેટ કેમ ન ઘટાડી શકે?
2/3
વસુંધરા રાજેએ કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઓછી કરતા 2 હજાર કરોડ રૂપિયાનો નાણાંકીય બોજ સરકાર પર પડશે. અમારી સરકાર જનતાની સરકાર છે. જનતાનો અવાજ અમારા માટે ઇશ્વરનો આવાજ હોય છે. જેથી અને જનતાના આવાજ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
3/3
વસુંધરા રાજેએ કહ્યું હતું કે પેટ્રોલ પર જે 30 ટકા વેટ છે તે ઘટાડીને 26 ટકા અને ડીઝલ પર જે વેટ 22 ટકા છે તે ઘટાડી 18 ટકા કરી દીધો છે. આ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ 2.50 રૂપિયા લીટરે ઓછા થશે. રવિવારે રાત્રે 12 કલાકેથી નવો દર અમલમાં મુકાશે.