ઈએમાઈની વાત કરીએ તો 20 લાખ રૂપિયાની લોન માટે પહેલા 17674 રૂપિયાનો હપ્તો હતો તે હવે વધીને 17995 રૂપિયા થઈ જશે એટલે કે 321 રૂપિયા વધી જશે. 30 લાખ રૂપિયાની લોન માટે પહેલા 26511 રૂપિયાનો હપ્તો આવતો હતો તે હવે 481 રૂપિયા વધીને 26992 રૂપિયા આવશે અને 50 લાખ રૂપિયાની લોન પર પહેલા 44986 રૂપિયાનો હપ્તો આવતો હતો તે 800 રૂપિયા વધીને 44986 રૂપિયા આવશે.
2/3
આરબીઆઇએ રેપો રેટ 0.25 ટકા વધારી દીધા પછી બેન્કો હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની તમામ પ્રકારની લોન્સના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. દાખલા તરીકે, 20 લાખ રૂપિયાની 20 વર્ષની હોમલોનના વ્યાજ દરમાં 0.25 ટકા વધારો થાય તો તમારી ઇએમઆઇ (માસિક સમાન હપતો) રૂ.321 વધી શકે છે.
3/3
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટિએ વ્યાજદર વધારવાનો નિર્ણય લીધો છે. રેપોરેટ 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો છે. રિવર્સ રેપોરેટ 6 ટકા વધીને 6.25 ટકા થઇ ગયો છે. આ નિર્ણયથી તમારા ઘરની લોન અને ઓટો લોનના હપ્તામાં વધારો થશે. જુનમાં પણ આરબીઆઇએ રેપોરેટમાં 0.25 ટકા વધારો કર્યો હતો. આ વધારાની સાથે રેપોરેટ 6.25 ટકા પહોંચી ગયો હતો.