રિલાયન્સની પેટ્રોકેમિકલ્સ કેપિસિટીમાં બે ગણો વધારો થયો અને જિયો ઈન્ફોકોમ પર રોકાણકારોના વિશ્વાસના કારણે આ વર્ષે મુકેશ અંબાણની સંપત્તિમાં 4 અબજ ડોલરનો વધારો થયો છે. આટલું જ નહીં હાલમાં જ અંબાણીએ અમેઝોન અને વોલમાર્ટના મુકાબલે 215 મિલિયન ટેલિકોમ યુઝર્સના ફાયદો ઉઠાવતા ઈ-રિટેલ માર્કેટમાં ઉતરવાની જાહેરાત કરી છે.
2/3
નવી દિલ્હીઃ અહેવાલનું માનીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ચીનની બિઝનેસમેન અને અલીબાબા કંપનીના સીઈઓ જેક માને પછાડીને એશિયાના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે. અહેવાલ અનુસાર, અંબાણીની સંપત્તિ 44.3 અબજ ડોલરે પહોંચી ગઈ છે.
3/3
બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઈન્ડેક્સ મુજબ, શુક્રવારે રિલાયન્સના શેરોમાં 1.6 ટકા વધારા સાથે તેમની સંપત્તિ 44.3 અબજ ડોલર એટલે કે લગભગ 3 લાખ 3 હજાર 500 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ અમેરિકન શેર બજારમાં લિસ્ટેડ અલી બાબાના ગુરુવારના સ્ટોકની કિંમત મુંજબ જેક માની સંપત્તિ 44 અબજ ડોલર એટલે કે લગભગ 3 લાખ કરોડ રૂપિયા છે.