આ ઓફર અંતર્ગત તમારા રેફરન્સથી જિઓફોન ખરીદવા પર તમારા પરિચિતને પણ 4 દિવસની વેલિડિટીવાળું 8 જીબી ડેટા પેક ફ્રીમાં મળશે.
2/5
તેવી જ રીતે 6-7-8 અને 9મો ફ્રેન્ડ જિઓફોન ખરીદશે તો તમને મિત્ર દીઠ 4 દિવસની વેલેડિટીવાળું 8 જીબી ડેટા પેક મળશે. જો તમારો 10મો ફ્રેન્ડ પણ તમારા રેફરન્સથી જિઓફોન ખરીદશે તો તમને 12 દિવસની વેલિડિટીવાળું 24 જીબી બોનસ ડેટા પેક મળશે. આવી રીતે કુલ 112 જીબી ડેટા તમે ફ્રીમાં મેળવી શકો છો.
3/5
જો કોઇ જિઓ યૂઝરનો પરિચિત જિઓ ફોન ખરીદવા ઇચ્છે છે તો તેને આ ઓફર અંતર્ગત રેફરલ બેનિફિટ મળશે. ધારો કે, તમે એક જિઓ યૂઝર છો અને તમારો કોઇ પરિચિત જિઓ ફોન ખરીદવા ઇચ્છે છે તો તેને તમારે 1800-890-8900 પર કોલ કરવા કહેવાનું રહેશે. અહીં કોલ કર્યા પછી તમારા પરિચિતે રેફરન્સમાં તમારો નંબર અને પોતાનો પિન કોડ જણાવવાનો રહેશે. બાદમાં તમારા પરિચિત પાસે તેની નજીકના જિઓ સ્ટોર કે અન્ય કોઇ દુકાનના એડ્રેસનો મેસેજ આવી જશે, જ્યાંથી તે વ્યક્તિ જિઓ ફોન ખરીદી શકશે.
4/5
આ ઓફર અંતર્ગત તમે રીફર કરેલ તમારા પહેલા 4 મિત્રો જિઓફોન ખરીદશે તો તમને મિત્ર દીઠ 4 દિવસની વેલેડિટીવાળું 8 જીબી ડેટા પેક મળશે. આવી રીતે કુલ 32 જીબી ડેટા તમે મેળવી શકો છો. ધારો કે, તમારા રેફરન્સથી તમારો 5મો ફ્રેન્ડ પણ જિઓફોન ખરીદે તો તમને 12 દિવસની વેલિડિટીવાળું 24 જીબી બોનસ ડેટા પેક મળશે.
5/5
નવી દિલ્હીઃ જિઓ ટેલિકોમ સેક્ટરમાં આવ્યા બાથી જ એક પછી એક શાનદાર ઓફર્સ અને પ્લાન્સ લોન્ચ કરતી રહી છે. તેમાં વધુ એક ઓફરનો ઉમેરો કંપનીએ કર્યો છે. જિઓની નવી ઓફરમાં યૂઝર્સને 112 જીબી સુધીનો ડેટા ફ્રીમાં મળી રહ્યો છે. જિઓની આ ઓફરનું નામ Jio Phone Match Pass છે. તેમાં કંપની યૂઝર્સને 112 જીબી ડેટા આપશે. તેની વેલિડીટી 56 દિવસની રહેશે.