ગત ક્રેશ ટેસ્ટની સરખામણીમાં આ વખતે ટેસ્ટ કરવામાં આવેલી કારમાં ડ્યુઅલ એરબેગ્સ આપવામાં આવી છે. ટાટા મોટર્સે આ વખતે સીટ બેલ્ટ રિમાઇન્ડર, ડ્રાઇવર અને પેસેન્જર માટે કારના તમામ વેરિઅન્ટમાં ચોક્કસ સેફ્ટી સ્ટાન્ડર્ડ આપ્યા છે. તે સિવાય કારમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આપવામાં આવી છે. તેવામાં આ ક્રેશ ટેસ્ટમાં નેક્સનને 17માંથી 16.6 પોઇન્ટ્સ મળ્યા છે.
2/4
ભારતીય કાર કંપનીના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ કારને સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા હોઈ. આ ત્યારે બન્યું છે જ્યારે ભારતીય માર્કેટમાં વિદેશની કંપનીઓએ કબજો જમાવ્યો છે.
3/4
ટાટા મોટર્સે ટાટા નેક્સનને સબકોમ્પેક્ટ SUVને ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી. કંપની નેક્સનનું ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મોડલ મે-2018માં લોન્ચ કર્યું હતું.
4/4
નવી દિલ્હીઃ ટાટા નેક્સનને ગ્લોબલ NCAP (ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ)માં 5-સ્ટાર સેપ્ટી રેટિંગ મળ્યા છે જે ભારતમાં વેચાતી અત્યાર સુધી કોઈપણ કારને પ્રથમ વખત મળ્યા છે. જોકે આ પહેલા આ કારની 8 ઓગસ્ટના રોજ ક્રેશ ટેસ્ટ લેવામાં આવી હતી જેમાં તેને માત્ર 4-સ્ટાર મળ્યા હતા.