શોધખોળ કરો
ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ‘માલ્યાજી’ને ચોર કહેવા યોગ્ય નથી
1/3

નવી દિલ્હીઃ બધી બાજુએથી મુશ્કેલીનો સામનો કરી રહેલ ભાગેડું લિકર કિંગ વિજય માલ્યાને ચોર કહેવા પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પોતાના મત વ્યક્ત કર્યો છે. ગડકરીએ કહ્યું કે, તેમનું માનવું છે કે, એક વખત લોન ન ચકૂવવા પર વિજય માલ્યાજીને ચોર કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, વિજય માલ્યા ચાર દાયકાથી નિયમિત રીતે લોન ચૂકવવાનો રેકોર્ડ છે. જોકે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે માલ્યા સાથે જોડે તેમના કોઈ બિઝનેસ રિલેશન નથી.
2/3

ગડકરીએ એક ઇવેન્ટમાં કહ્યું કે, 40 વર્ષ માલ્યા નિયમિત ચૂકવણી કરતા રહ્યા, વ્યાજ ભરી રહ્યા હતા. 40 વર્ષ પછી જ્યારે તેમણે એવિએશનમાં ઝંપલાવ્યું ત્યારથી તેની મુશ્કેલી શરૂ થઈ અને તે એકદમર ચોર થઈ ગયો? જો 50 વર્ષ વ્યાજ ભરે છે તો બરાબર છે, પણ એક વખત ડિફોલ્ટ થઈ ગયો....તો તાત્કાલિક બધુ ફ્રોડ થઈ ગયું? આ માનસિકતા બરાબર નથી.
Published at : 14 Dec 2018 07:15 AM (IST)
View More





















