શોધખોળ કરો

શિક્ષક છે કે શેતાન... વિદ્યાર્થીએ આત્મહત્યા પહેલા વીડિયોમાં કહ્યું – દારૂ પીવાનું દબાણ, અનેક બાળકોના જીવ જોખમમાં

મધ્યપ્રદેશમાં ધોરણ 12ના વિદ્યાર્થીનો કરુણ અંત, શિક્ષક પર ગંભીર આરોપો. આત્મહત્યા પહેલાના વીડિયોમાં વિદ્યાર્થીએ વ્યક્ત કરી પીડા, શિક્ષણ વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ.

Shivpuri student suicide: મધ્યપ્રદેશના શિવપુરીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં શાળાના શિક્ષકો પર વિદ્યાર્થીઓને દારૂ પીવા માટે દબાણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાએ શિક્ષણ જગતને હચમચાવી દીધું છે અને અનેક સવાલો ઉભા કર્યા છે. ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે તેના શિક્ષક પર તેને હેરાન કરવાનો અને દારૂ પીવા માટે દબાણ કરવાનો આરોપ મૂક્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મૃતક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલા પોતાના ફોનમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેના શિક્ષક તેને સતત દારૂ પીવા માટે દબાણ કરતા હતા અને તેને હેરાન કરતા હતા. વિદ્યાર્થીએ સરકાર અને પોલીસને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાની પણ અપીલ કરી હતી, કારણ કે તેના જેવા અન્ય બાળકો પણ આવા દબાણનો ભોગ બની શકે છે અને મોતને ભેટી શકે છે.

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કોલારસમાં એક બાળક ટ્રેનની સામે પાટા પર ઉભો હતો. જો કે એન્જિનિયરે સમયસર બ્રેક લગાવીને તેનો જીવ બચાવી લીધો હતો, પરંતુ તપાસ દરમિયાન પોલીસને એક ચોંકાવનારો વીડિયો મળ્યો હતો. આ વીડિયો મૃતક વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં તેણે તેના શિક્ષક પર વિદ્યાર્થીઓમાં દારૂનો પ્રચાર કરવાનો અને ઓછામાં ઓછું એકવાર બીયર પીવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વિદ્યાર્થીની ગંભીર હાલતને કારણે હોસ્પિટલમાં તેનું નિવેદન નોંધી શકાયું ન હતું, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિક્ષકો બાળકોને તેમના ઘરે ટ્યુશન લેવા માટે દબાણ કરતા હતા અને જો તેઓ સંમત ન થાય તો પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવાની ધમકી આપતા હતા.

હાલમાં કોલારસ પોલીસ અને જીઆરપી આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને શિક્ષકોની ભૂમિકા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. આશા છે કે પોલીસની તપાસમાં સત્ય બહાર આવશે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો...

દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'

ટોપ સ્ટોરી

US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Embed widget