શોધખોળ કરો

Surat Crime:  સુરતમાં મદદના બહાને ATM કાર્ડ બદલી ઠગાઈ, 30 કાર્ડ સાથે બે ભેજાબાજ ઝડપાયા

સુરત શહેરમાં ક્રાઈમની એક ઘટના સામે આવી છે. જેમાં  ATM કાર્ડ બદલી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં એટીએમમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવાની જરુર છે.

સુરત : સુરત શહેરમાં ક્રાઈમની એક ઘટના સામે આવી છે. જેમાં  ATM કાર્ડ બદલી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં એટીએમમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવાની જરુર છે. એટીએમમાં તમને મદદ કરવાનું કહી ATM કાર્ડ બદલીને ગઠીયાઓ પૈસા ઉપાડી લે છે. હાલ તો પોલીસે   2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉધના પોલીસે 30 જેટલા ATM કાર્ડ સાથે આ બે ભેજાબાજોની ધરપકડ કરી છે.

આરોપી શખ્સ પિન નંબર જાણી લીધા બાદ કાર્ડ બદલી નાંખતા હતા. અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંહની ધરપકડ કરવામાં આવી છે.  આ બંને આરોપીઓ છેતરપિંડીથી મેળવેલા પૈસાથી મોજશોખ પૂરા કરતા હતા. ડિંડોલી અને પાંડેસરામાં થયેલા ગુનાનો પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો છે. પોલીસે દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને ભેજાબાજની વધુ પૂછપરછ બાદ મોટી રકમની ઠગાઈ સામે આવવાનો અંદાજ છે.

સુરત સહિત જિલ્લામાં ATMમાં રૂપિયા ઉપાડવા આવતા એટીએમ કાર્ડધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હાલ ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય ગુના ઉકેલાવાની શકયતાના પગલે પોલીસે બંને આરોપીઓના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ATMમાં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી ATM કાર્ડ બદલી નાખવામાં આવતા હતા. જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડથી અન્ય સ્થળે જઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા. આવી જ એક ગેંગને ઝડપી પાડવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. જે ગેંગ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોંઘીદાટ  મોબાઈલ અને બર્ગમેન મોપેડની ખરીદી કરી પોતાના મોજશોખ પુરા કરતા હતા.

ઉધના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ-અલગ બેંકના 30 જેટલા ATMકાર્ડ મળી આવ્યા છે. જે શહેર સહિત જિલ્લાના અલગ-અલગ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી આચરી મેળવ્યા હોવાની હકીકત સામે આવી છે. ઉધના પોલીસના જણાવ્ અનુસાર, ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને ATM કાર્ડને બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે શખ્સોની ધરપકડ કરવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. ઉધના પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ સાથે બંને શખ્સો પાસેથી કબજે કર્યા છે.આરોપીઓની પુછપરછમાં એટીએમ કાર્ડ ધારક પાસેથી પિન નંબર જાણી લીધા બાદ મદદના બહાને એટીએમ કાર્ડ નજર ચૂકવી બદલી નાખતા હતા. આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંગની પૂછપરછ બે ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયા છે.જેમાં ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે. 

આરોપીઓની પુછપરછમાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોંઘાદાટ મોબાઈલની ખરીદી કરતા હતા. આરોપીઓ પાસેથી બે મોંઘાદાટ મોબાઈલ અને એક મોપેડ પણ કબ્જે કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મોજશોખ પુરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના,ડીંડોલી,પાંડેસરા, પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચુક્યા છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget