Crime News: સુરતમાં વધુ એક બાળકી પિંખાઈ, 12 વર્ષની કિશોરીને ભગાડી જઈ વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ
Crime News: સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી.
Crime News: સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. બાર વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી તેvs ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બનાવને પગલે કિશોરીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામે આવેલી વિગતો અનુસાર સુરતના વેસુ વીઆઈપી રોડ પર નંદનવન ટુ ની બાજુમાં હાલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ કામ કરી રહ્યો છે. આ દરમિયાન ત્યાં જ કામ કરતાં મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફત નામના યુવકે ત્યા જ કામ કરતી 12 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી.
12 વર્ષની કિશોરીના પિતા પણ ત્યાં જ સાઇડ ઉપર બાંધકામ કરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ તકનો લાભ ઉઠાવી મોહમ્મદ રેજાઉલે કિશોરી સાથે વાત કરી ત્યાંથી ભગાડી ગયો હતો અને અન્ય સ્થળે લઈ જઈ કિશોરી ૫૨ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બાદમાં કિશોરી ન દેખાતા તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી.પુત્રીની શોધખોળ બાદ પરિવારને ખબર પડી હતી કે મોહમ્મદ રેજાઉલ નામનો યુવક તેણીને ભગાડી લઈ ગયો છે. જેથી કિશોરીના પિતાએ તાત્કાલિક વેસુ પોલીસ મથકનો સંપર્ક આવ્યો હતો અને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
વિધર્મી યુવક સામે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. જોકે ત્યારબાદ કિશોરીએ તમામ હકીકત જણાવતા તેના પરિવારએ મોહમ્મ રેજાઉલ મહંમદ સરાફત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વિધર્મી યુવક મોહમ્મ રેજાઉલ મહંમદ સરાફતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોકરીની લાલચ આપી યુવતીને ઇન્ટરવ્યુના બહાને બોલાવી બાદ આચર્યુ દુષ્કર્મ
સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. અહીં યુવતીને નોકરીની લાલચે ઇન્ટરવ્ય માટે બોલાવીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. અહીં નોકરી આપવાના લાલચે યુવતીને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી આ દરમિયાન યુવતીને કોલ્ડડ્રિન્કમાં નશાયુક્ત પદાર્થ મિકસ કરીને તેને પિવડાવીને તેને એરપોર્ટ નજીક લઇ ગયા હતા. જ્યા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બંને આરોપીએ હોટેલમાં પહેલીથી રૂમ પણ બુક કરાવ્યો હતો. પીડિતાએ અલથાણ પોલીસમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.