શોધખોળ કરો

Crime News: સુરત ફરી થયું શર્મસાર! 15 વર્ષની કિશોરી પર નરાધમે આચર્યું દુષ્કર્મ

Crime News: ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના સરથાણામાં 15 વર્ષ 8 માસની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ટેમ્પમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

Crime News: ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના સરથાણામાં 15 વર્ષ 8 માસની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ટેમ્પમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર કે બીજાને જાણ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ અને ફોટાઓ વાયરલ કરી દઇશ તેવી ધમકીઓ પણ આપી હતી.

સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 29 વર્ષીય પપ્પુ રાધેશ્યામ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે આરોપી રાધેશયમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.  વધતા ક્રાઈમને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા વિસ્તારમાં સગીરા નરાધમનો ભોગ બની છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરાએ ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપી શકતા નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. બાદમાં પરિવારના સભ્યો દ્વારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ આરોપી રાકેશ ધોબી વિરૂદ્ધ નિઝર પોલીસ મથકમાં પોક્સો એક્ટ તેમજ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર બાંધ્યા શરીરસંબંધ

અમદાવાદમાં પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપી પોલીસકર્મી મહેન્દ્ર ચાવડા 7 વર્ષથી પીડીત મહિલાના સંપર્કમાં હતો અને પરણિત હોવા છતાંય પીડિત મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે  બે વાર પીડિત મહિલાએ ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. પીડિત મહિલા સાથે આરોપી પોલીસકર્મીએ લીવ ઈન રિલેશનશીપનો કરાર કર્યા બાદ ફેરવી તોળતા ફરિયાદ નોંધાઈ હતી.

મુળી ગામથી અમદાવાદ ખાતે લગ્નમાં આવેલી યુવતી સાથે બાપુનગરમાં નોકરી કરતાં પોલીસ કર્મીએ પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આ યુવકે યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. પરંતુ યુવતીએ બે વખત ગર્ભપાત કરાવી દીધો હતો. આરોપી પોલીસ કર્મીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં. આ બાબતની યુવતીને જાણ થતાં આરોપી પોલીસ કર્મીએ તેની પત્ની સાથે છુટા છેડા લેવાની વાત કરીને યુવતી સાથે લિવ ઈનમાં રહેવાનો કરાર કર્યો હતો. યુવતીએ લગ્નને લઈને દબાણ કરતાં પોલીસકર્મીએ ધમકીઓ આપીને ગાળો બોલી હતી. જેથી યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી છે. 

ટોપ સ્ટોરી

Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget