શોધખોળ કરો

Crime News: સુરતમાં વિધર્મી યુવકે 17 વર્ષની સગીરાને બનાવી હવસનો શિકાર, લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

સુરતમાં સગીરા સાથે વિધર્મી યુવક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ હતું. ચાર મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવીને યુવકે સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું.

Crime News: સુરતના લીંબાયતમાં સગીરા સાથે વિધર્મી યુવક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને 17 વર્ષીય સગીરા સાથે બે વખત દુષ્કર્મ હતું. ચાર મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવીને યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. શરીર સબંધ બાંધ્યા બાદ મોઇને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ સગીરાએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને બળાત્કાર અને પોકસો એક્ટ અંતર્ગત મોઇન સામે કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ધોળા દિવસે 7.25 લાખની લૂંટ
મોરબી પંથકમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે જેને ખાખીનો કોઈ ડર રહ્યો ન હોય તેમ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનેક બનાવો બનતા રહે છે. તો હવે લૂટારૂઓ બેફામ બન્યા છે જે ધોળા દિવસે લૂંટને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.  આજે 28 જુલાઈએ બહાદુરગઢ ગામના પાટિયા નજીક યુવાનને બે બાઈકમાં આવેલ ચાર જેટલા ઇસમોએ આંતરી લઈને 7.25 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. 

રૂપિયા લઈને જતા યુવકને આંતરી લૂંટ ચલાવી 
 મની ટ્રાન્સફર પેઢીમાં કામ કરતો યુવાન શૈલેષ વડસોલા આજે 7.25 લાખની રોકડ રકમ લઈને પોતાના બાઈક પર બેસીને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે બહાદુરગઢ-સોખડા ગામ નજીક બે બાઈકમાં સવાર ઈસમો તેની પાસે આવ્યા હતા અને યુવાનને રસ્તા વચ્ચે રોકી માથાકૂટ કરવા લાગ્યા હતા અને ઝપાઝપીમાં બંને ઈસમો મળીને યુવાનને નીચે પછાડી દીધો હતો દરમિયાન યુવાન પાસે રહેલ રોકડ ભરેલો થેલો લઈને લૂટારૂઓ ફરાર થયા હતા.  

પોલીસે કરી નાકાબંધી 
બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ, એલસીબી ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે હાલ પોલીસે સમગ્ર મોરબી જીલ્લામાં નાકાબંધી કરી છે તેમજ હાઈવે સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. આ બનાવમાં ભોગ બનેલ યુવાન વાપીમાં મની ટ્રાન્સફર કંપનીમાં કામ કરતો હોય અને હાલ મોરબી રૂપિયાની લેવડદેવડ માટે આવ્યો હતો ત્યારે લૂંટની ઘટના બની હતી જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે. 

લગ્નની લાલચ આપી યુવતી પર અનેક વાર દુષ્કર્મ કર્યું
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વેરાવળની આ યુવતી પર એક પુરુષે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ થઇ હતી.  મળતી માહિતી મુજબ દુષ્કર્મ કરનાર આરોપી પીડિતાના પિતાની હોડીમાં મજૂરી કામે આવતો હતો. આ દરમિયાન તેણે આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. બાદમાં અનેકવાર શરીર સબંધ બાંધી લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી જેલ હવાલે કરી દીધો હતો. 

ટોપ સ્ટોરી

યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
Embed widget