શોધખોળ કરો
Advertisement
15 વર્ષના છોકરાએ પ્રેમિકા સાથે વીડિયો કૉલ પર વાત કરતાં કરતાં કરી લીધો આપઘાત, જાણો ચોંકાવનારી વિગત
ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીની તપાસ શરૂ કરી અને મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. મૃતકના પિતાએ છોકરી અને તેના પરિવારજનો પર કેસ નોંધાવ્યો છે
નવી દિલ્હીઃ એક 15 વર્ષના છોકરાનો સનસનીખેજ આપઘાતનો કેસ સામે આવ્યો છે. છોકરાએ પ્રેમિકા સાથે લાઇવ વીડિયો કૉલ કરતાં કરતાં આત્મહત્યા કરી લીધી છે. બિહારના ગયામાં એક સ્કૂલના વિદ્યાર્થી પર પ્રેમનુ ભૂત ચઢ્યુ અને તેને તેની પ્રેમિકાની સામે લાઇવ વીડિયો કરીને આપઘાતનુ પગલુ ભરી લીધુ હતુ.
બિહારના ગયાની આ ઘટના સામે આવી છે, જેમાં મૃતક છોકરો અને તેની પ્રેમિકા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, બન્ને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા, મૃતક છોકરો નવમા ધોરણમાં ભણતો હતો, અને તેની પ્રેમિકા આઠમા ધોરણમાં ભણતી હતી. બન્નેએ એકબીજા સાથે જીવવા મરવાની કસમ ખાધી હતી. આ વાતના કારણે ગયાની અનુગ્રહપુરી કૉલોનીના મુસ્તફાબાદ મહોલ્લામાં રહેતો મૃતક પ્રેમી પ્રેમમાં આંધળો થઇ ગયો હતો, તેને પર પ્રેમનુ ભૂત ચઢ્યુ હતુ, બાદમાં તેને અડધી રાત્રે પ્રેમિકા સાથે જીવવા મરવાની કસમ ખાધા બાદ મોબાઇલ પર લાઇવ વીડિયોમાં આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીની તપાસ શરૂ કરી અને મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. મૃતકના પિતાએ છોકરી અને તેના પરિવારજનો પર કેસ નોંધાવ્યો છે. મૃતક છોકરો મૂળ ઓરંગાબાદ જિલ્લાના બલિયા ગામનો રહેવાસી છે, અને ગયામાં રોકાઇને અભ્યાસ કરતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement